________________ 1:, તેરમે સર્ગ. (449) દેડતે આવ્યું, પણ તેને ચંદ્રબાહુએ બાણની વૃષ્ટિ કરીને રૂપે, તેટલામાં ચંદ્રગતિ તે મદનને પોતાની શિબિરમાં ઉપાડી ગયે. - ત્યારપછી મહાબાહુ પણ યુદ્ધથી થાકેલા ચંદ્રોદયને નિવારી પૂર્વના વેરથી તે જ પ્રમાણે તપન સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલે ક્રોધવડે અત્યંત દુધર્ષ તે બન્ને સુભટે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તેઓએ વીરેના ઉત્કટ મદસહિત અનેક શત્રુઓના પ્રાણે હરણ કર્યા, અને પિતાનાં કુળને યશરૂપી દૂધવડે ધોઈ ઉજવળ કર્યું. છેવટે શત્રુને તાપ પમાડનાર તપનને મહાબાહુએ બાંધી લીધો. સૂર્ય પણ ભરણના પુત્ર (ચંદ્ર) ને પરાભવ કરનાર થાય છે.” બાંધેલા તપનને છોડાવવા માટે ચિત્રાયુધ નામનો સુભટ દોડ્યો, પરંતુ પર્વત જેમ નદીના પૂરને રેકે–અટકાવે તેમ તેને મહાબાહએ અટકાવ્યો. તેવામાં જેમ મહા આરંભને સમૂહ બુદ્ધિ રહિત પ્રાણીને દુર્ગતિમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તેતપનને હર્ષથી પિતાના સૈન્યમાં લઈ ગયે. હવે શત્રુના બાણથી તાડના પામેલા ચંડને નિવારી ચંદ્રવેગે ભીમ સાથે યુદ્ધ કરી છેવટ તેને નાગપાશવડે બાંધી લીધો. તે વખતે તેને છોડાવવા ચિત્રવીર્ય સામે આવ્યા. તે વેરીની સાથે ચંદ્રવેગ યુદ્ધ કરવા લાગ્યો, એટલામાં ચંદ્રગતિ તે ભીમને પિતાના સૈન્યમાં લઈ ગયે. પછી શસ્ત્ર રહિત થયેલા ભીમને જોઈ મેહ પ્રાણીને સંસારમાં રેકે તેમ ચંદ્રચુડે પ્રતાપને યુદ્ધમાં કર્યો. તેની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી તેનું ધનુષ છેદી તથા રથ ભાંગી જેમ લોભ મૂઢ પ્રાણને અશુભ કર્મવડે બાંધે તેમ તે ચંદ્રચુડે પ્રતાપને નાગપાશવડે બાંધી લીધો. તેને લેવા માટે ચંદ્રાંકે ઈચ્છા કરી ત્યારે ચંદ્રચૂડે તેને રૂંધ્ય; તેટલામાં તે જેમ ચર પુરૂ ચરને કેદખાનામાં લઈ જાય તેમ ચંદ્રગતિ તે પ્રતાપને પોતાના સૈન્યમાં લઈ ગયો. 1 પરાભવ પમાડી ન શકાય તેવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust