________________ ( 72) જયાનંદ કેવળી ચરિત્ર. વચનથી ઉત્તર આપવાની જરૂર નથી.” એમ વિચારી નવા મેઘના જેવા શબ્દ કરતા ધનુષ્યને ટંકારવ કરી બાણને વરસાવી વાદળાંમય આકાશ કરી દીધું. રાજાએ પણ પોતાના બાણારૂપ વાયરાવડે તેના બારૂપી વાદળાંને વિખેરી દિશાઓનાં મુખ અને પિતાના વીરેનાં મુખને હર્ષવડે ઉજવળ કર્યા. આ પ્રમાણે તે બન્નેનું યુદ્ધ શરૂ થયું ત્યારે જાણે અગ્નિ લાગ્યો હોય અને સર્વે દોડે, તેમ એકીસાથે ચકીના બીજા સર્વ સૈનિકે દોડ્યા. તે વખતે પવનવેગ અને ચંદ્રગતિ વિગેરે વિદ્યાધરેએ ખેચરકુમારે વિગેરે મુખ્ય સુભટોને યુદ્ધ કરવા બોલાવ્યા. વિરેના શસ્ત્રોથી હણાયેલા પતિ, અશ્વ અને હાથીઓના સમૂહના નીકળતા અને તરફ ઉછળતા રૂધિરવડે આકાશમાં અકાળ સંધ્યારાગ દેખાયે. આ પ્રમાણે સર્વ બળવડે તે બન્ને સિન્યનું યુદ્ધ થવા લાગ્યું, તે વખતે પ્રલયકાળની શકી કરતી પૃથ્વી તરફથી કંપવા લાગી, સમુદ્રો મયૉદા રહિત થયા, પર્વતો કંપીને પડવા લાગ્યા, ત્રણ જગત ચળાયમાન થયુ અને દિશાઓ શસ્ત્રવડે અંધકારમય થઈ. આ પ્રમાણે ઘોર સંગ્રામના મિષથી એકને જય તથા બીજાને પરાજય આપવાવડે વિધાતાએ સુભટને પુણ્ય પાપની સ્પષ્ટતા દેખાડી આપી. વિશ્વના વીરસમૂહને વિષે અગ્રેસર એવા ચકી અને રાજાનો સુરેંદ્ર અને અસુરેંદ્રની જે મેટે રણસંગ્રામ થયો. તે બન્નેને જય ઈષ્ટ હતે. અને પરાજય અનિષ્ટ હતો, તે જ્ય અને પરાજય એ બન્ને એક બીજા વિના રહી શકતા નથી, તેથી તેને લાયક કોણ છે? એ બાબતમાં વિધાતાને પણ સંદેહ થયો; કારણ કે. કામાક્ષા દેવીએ જેને કેઈથી ભેદી ન શકાય તેવું વાપૃષ્ટ નામનું ધનુષ્ય અને અખુટ બાણવાળાં બે ભાથાં આપ્યાં હતાં, તે રાજાને કોણ જીતી શકે? તેમજ જેને વિદ્યાવડે ઈચ્છા પ્રમાણે ધનુષ્ય અને બાણ વિગેરે શસ્ત્રો વારંવાર નવાં નવાં પ્રાપ્ત થઈ શકે છે, તેવા ચકીને પણ કેણ જીતી શકે? - હવે રાજાએ બાવડે ચક્કીનાં ધનુષ્યના કકડા કર્યા. ત્યારે તે ચકી વિદ્યાવડે.નવું ધનુષ્ય લઈ તે જ પ્રમાણે યુદ્ધ કરવા લાગ્યા. ચકીના નવા ધનુષ્યને પણ તત્કાળ રાજાએ છેદી નાખ્યું. એ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust