________________ તેરમે સર્ગ. (.471) જેમ ચોરેને કારાગૃહમાં લઈ જાય તેમ તે સર્વે બાંધેલા કુમારોને તત્કાળ પોતાના સ્કંધાવારમાં લઈ ગયો. ' . : હવે પોતાના પુત્રોને ભગ્ન થયા જેઈ તથા કેટલાકને બંધાયેલા જાણી તેમને મૂકાવવા માટે ચકી ક્રોધથી ધમધમતે દેડ્યો અને અરે ! મસ્તક છેદવા લાયક તે રંડા કયાં છે? અને મારા બાંધેલા કુમારે કયાં છે?”એમ પ્રલાપ કરતા તે ચક્રી શત્રુની સેનામાં અખ્ખલિતપણે પેઠે. ધનુષ્ય તથા ભાથાને ધારણ કરતો તે અતિરથી રથમાં બેઠેલું હતું, તે વખતે તેના ભયંકર ક્રોધના દેખાવને લીધે જાણે યમરાજની બીજી મૂર્તિ હોય તેમ તેને સુભટોએ ધાર્યો. તે ચક્રીએ ધનુષ્યપર માત્ર એક જ બાણ ચડાવ્યું, તે જોઈ સર્વ સુભટે ચોતરફ નાઠા, એટલે તેમના પર કરૂણા ઉત્પન્ન થવાથી ઈદ્રને પણ જીતનાર પરાક્રમવાળો તે ચકી બે કે-“સુભટના વર્ગો મંગળને ધારણ કરે, અને શત્રુઓ પણ સારી સ્થિતિવાળા થાઓ, કેમકે હું યુદ્ધમાં હીનજનોને હણતા જ નથી, પરંતુ જે કઈ આ જગતમાં મારી સમાન કે અધિક હશે, તેને જ હું હણવાવાળે છું. ભયંકર અને અકાળે જાગૃત થયેલા યમરાજના બળવાન અને ઉંચા ભુજાના આસ્ફાલનવડે મોટા સર્પો જેવા ભયંકર, શ્યામ અને અત્યંત ચપળફરકતા કેશને ધારણ કરનાર, પર્વતને ભેદે તેવા મોટા ગજરવને કરનાર અને મોટા ભુજબળવાળા સર્વે સુભટો ચેષ્ટાવડે કરીને યુદ્ધમાં મારા મનને કરૂણાયુક્ત કરે છે, તેથી તમે સર્વે ભયરહિત થાઓ; પરંતુ મને જલદીથી તે રંડા બતાવે, કે જેથી તેણીના ગર્ભમાંથી મારા પુત્રોને હું કાઢું.” આવું તેનું વચન સાંભળી સ્ત્રીરૂપ ધારણ કરનાર જ્યાનંદ રાજાએ શીધ્રપણે સામે આવીને કહ્યું કે-“અરે ! અરે ! તેજ હું રંડા છું, કે જે તારી પ્રિયાઓને રંડાપો આપશે. અરે ! જે તારા પુત્રો સાથે મેળાપ કરવાની તારી ઈચ્છા હોય, તે જલદીથી યુદ્ધ કર, કે જેથી તારી પણ તેમના જેવી દશા કરીને તેને તેમનો સંગમ કરાવું. આ પ્રમાણેનાં તેનાં મર્મવેધક વચનરૂપી શસ્ત્રવડે વીંધાયેલા તે ખેચરચકવતીએ “હું આને યુદ્ધમાં હણને જ ઉત્તર આપીશ, . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust