________________ (470.). જયાનંદ કેવળ ચરિત્ર. વાળા તથા ફેગટના અભિમાનને ધારણ કરનારા હાઈને શ્રી જયાન રાજાને ઉપદ્રવ કરવા ઉદ્યમવંત થઈ તત્કાળ એકીસાથે દોડ્યા. ધન વ્યને ધારણ કરનાર તેઓ સવેએ સ્ત્રીરૂપ ધારણ કરનાર જયાન રાજાને જલદીથી એકી સાથે બાણની શ્રેણિ વરસાવી ઢાંકી દીધા. તે ઘણાઓને જઈ રણસંગ્રામનાં કેતકી રાજા પણ અતિ આન દ પામ્યા, અને તેણે વેરીના પ્રાણેને તાત્કાળિક હરણ કરનાર બાણે તેમના પર મૂક્યા. ચતરફ ઘણું બાણરૂપી કિરણોને મૂતા એવા તે એકલા રાજા પોતાના સૈન્યરૂપ કમળના વનમાં સૂર્યની અને શત્ર ગુના સેન્ટરૂપી કમળના વનમાં ચંદ્રની સશતાને ધારણ કરતા હતા. સામી બાજુ યુદ્ધ કરનારા અનેક વીરેને તેઓ એકલાજ હણવા લાગ્યા. “સિંહ એકલેજ ઘણુ મૃગને હણે, તે પણ તેને પ્રયાસ લાગતું નથી.” ક્ષણમાં રથ પર આરૂઢ થઈ, ક્ષણમાં આકાશને વિક રહી, ક્ષણમાં ભૂમિપર રહી, ક્ષણમાં સેનાના અગ્ર ભાગે, ક્ષણમાં મધ્ય અને ક્ષણમાં છેડે રહી તરફ ભમતા તે રાજાએ કેટલાકને પાદના દઢ પ્રહારવડે પાડી નાંખ્યા, કેટલાકને કરતલના ઘાત (લપાટ) વડે, કેટલાકને વા જેવી મુષ્ટિવડે, કેટલાકને કઠણ કેવડે અને કેટલાક શત્રુવીરને ગદા, મુલ્ગર, દંડ અને ખડું વિગેરે વિવિધ શસ્ત્રોને પરસ્પર અફળાવવાવડે પાડી દીધા. પછી તેમના પર કૃપા આવવાથી તે રાજાએ રથમાં જ બેસી માત્ર પિતાની સાથેજ યુદ્ધ કરનારા વીરેને શસ્ત્રોવડે જર્જરિત કર્યા. આ પ્રમાણે વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરીને તેમણે કેટલાક શત્રુ રાજાઓને શરણ રહિત, કેટલાકને બખ્તર રહિત અને કેટલાકને શસ્ત્ર રહિત કરી. દીધા. પછી તે સર્વમાં અગ્રેસર તરીકે મહાબળ વિગેરે સે કુમારી હતા, તેમને તત્કાળ યુદ્ધમાં શ્રમિત કરી શ્રી જયાનંદરાજાએ નાગપાલવડે બાંધી લીધા. તે મુખ્ય વિરેને તેમની ઈચ્છાને નાશ કરી બાંધેલા જોઈ બીજા સર્વ કુમાર ચકલાની જેમ નાશી ગયા. ભયથી નાશી જતા તે કુમારની કુમારરાજે ઉપેક્ષા કરી–નાસવા દીધા. સર્વ કણો (દાણા) લઈ લીધા પછી શું ફેતરાં ઉડાડી ન દેવાય?” પછી રાજાએ ભૂકુટિની સંજ્ઞાવડે પવનવેગને પ્રેરણા કરી, એટલે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust