________________ . તેરમો સર્ગ. '' , (453) અનાદિ ભવના અભ્યાસથી, વિરેના નિરંતરના સંગથી, ક્રોધ અને અભિમાનાદિકવડે યુક્ત હોવાથી અને પોતપોતાના સ્વામીની પ્રેરણાથી પ્રાણોને પણ તૃણ સમાન ગણતા, શત્રુને ક્ષય થાય ત્યાં સુધી શત્રુને પીઠ નહીં દેખાડતા, જાણે વીરેંદ્રો હોય તેમ ચિરકાળ સુધી યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે પશુઓનું પણ શેર્ય જોઈ અધિક અધિક ગર્વિષ્ટ થતા વીરો પોતાના સમગ્ર બળવડે સંગ્રામ કરવા લાગ્યા. તેમાં કોપનો આટેપ (આવેશ) થી યુદ્ધ કરતા ખેચરચકીના સુભટેએ કુમારરાજનું કેટલુંક સૈન્ય ભાંગી નાંખ્યું, તેથી તે દીનતા ધારણ કરવા લાગ્યું. તેને ત્રાસ પામતું જોઈ યુદ્ધ કરવા ઈચ્છતા સ્ત્રીરૂપધારી કુમારરાજને સ્વામીભક્તિથી નિવારી મદોન્મત્ત હાથીઓ પર આરૂઢ થયેલા, જાણે કે વિશ્વના સમગ્ર વિરેની શક્તિ ગ્રહણ કરીને તેવડે બનાવ્યા હોય એવા બળવાન, યુદ્ધને વિષે પ્રસિદ્ધ કીતિવાળા, નવા બળવાળા અને માયાવડે સ્ત્રીઓનાં શરીરને ધારણ કરનારા વીરાંગદ, મહાબાહ, સુષ અને સુમુખ વિગેરે પાંચ સુભટેએ શત્રુઓને યુદ્ધ કરવા બોલાવ્યા. તેઓએ કયારે બાણે ગ્રહણ કર્યા અને ક્યારે મૂક્યા છે કેઈન જાણવામાં આવ્યું નહીં; પરંતુ તેના બાણેથી હણાઈને પડેલા શત્રુઓ જ જોવામાં આવ્યા. ક્રોધના આવેશવાળા તેઓએ ઘણું વીરોને પૃથ્વી પર દીર્ઘ નિદ્રાવડે સુવાડી દીધા, અને બીજા સાજા વીરો પણ મરણના ભયથી તે સુતેલાઓની અંદર જ પટનિદ્રાથી સુઈ ગયા. તેઓએ રથીઓને રથ રહિત કર્યા અને રથોને રથી રહિત કર્યા, સ્વારને અશ્વ રહિત કર્યા અને અશ્વોને સ્વારે રહિત કર્યા, હાથીના સ્વારોને હાથી રહિત કર્યા અને હાથીઓને હસ્તસ્વાર રહિત કર્યા, વિમાન નિક યોદ્ધાઓને વિમાન રહિત કર્યા અને વિમાનને વિમાનિક દ્ધા રહિત કર્યા, તથા પગે ચાલનારા ઘણુ પત્તિઓને તેમના 1 અનેક વાર યુદ્ધમાં જય પામેલા હોવાથી. 2 હજુ સુધી યુદ્ધમાં ઉતરેલા ન હોવાથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust