________________ (454) જયાનંદ કેવળી ચરિત્ર પગે છેદી પગે ચાલી ન શકે તેવા કર્યા, આ પ્રમાણે ખેચરચક્રીનું સમગ્ર બળ (સૈન્ય) બળ રહિત કરી નાંખ્યું. આ રીતે ખેચરચક્રીનું ભાંગેલું સૈન્ય નાશી જવા લાગ્યું, તે વખતે હાથીપર આરૂઢ થયેલા ગજસિંહ નામનો ખેચરસુભટ યુદ્ધમાં દેડ્યો, અને યુદ્ધના ઉઘમમાં ભગ્ન થયેલી પિતાની સેનાને આશ્વાસન કરતો (ધીરજ આપતે) બોલ્યો કે “જે કઈ યો હોય તે મારી સામે આવીને મને રોકે–રૂધે.” તે વખતે બીજા પણ હાથીના વાહનવાળા ગજાનન, ગજદેવ વિગેરે પાંચસો દ્ધાઓ યુદ્ધ કરવા દોડયા. તેમને બેલાવવાપૂર્વક માયાસ્ત્રીના રૂપવાળા વીરાંગદાદિક વીરએ તેને મની સાથે યુદ્ધ કરીને રોક્યા. ત્યારે તેમને ગજસિંહાદિક દ્ધાઓએ કહ્યું કે-“હે રંડાઓ! તમે યુદ્ધને લાયક નથી. અહીંથી જઈને જળના ઘડા વહન કરો અને સૂત્ર કાંતે; કેમકે શત્રુ થયેલી છતાં પણ નારીઓની હત્યા અમે કરતા નથી.” તે સાંભળી સ્મિતવડે સુંદર મુખવાળી માયાસ્ત્રીઓ બોલી કે-“અમે વેરીઓની નારીએને રંડાપ આપનારી છીએ, તેથી અમે રંડાઓ કહેવાઈએ છીએ; માટે તમે શીધ્ર યુદ્ધ કરે, કે જેથી અમારૂં રંડા નામ સાથે થાય. તમે અમારાથી યુદ્ધમાં હણાશે, તેથી તમને જળાંજળી આપવા માટે પહેલેથી જ જળ તૈયાર રાખવામાં આવ્યું છે, તેથી અમારે જળના ઘડા વહેવાની જરૂર પડશે નહીં. વળી પુષ્કળ વૈરીએને બાંધવા માટે સૂત્ર પણ ઘણું તૈયાર છે, તેથી અમે શા માટે સૂત્ર કાંતીએ? હમણાં જ યુદ્ધમાં અમારાથી તમારૂં બંધન કે પલાયન થશે, માટે તમારી કીર્તિરૂપી સ્ત્રીને વધ કરવાથી ખરેખર તમને સ્ત્રી હત્યા લાગવાની છે.” આ પ્રમાણે મર્મસ્થાનને વીંધનારા તેમના વચનરૂપી બાવડે વ્યથા પામેલા તે સુભટે તે માયાસીએ ઉપર સારભૂત બાણેની વૃષ્ટિ કરવા લાગ્યા. તે વૃષ્ટિને તે માયાસ્ત્રીઓએ વાયુના સમૂહ જેવા બાણોના સમૂહવડે હરી લીધી–દૂર કરી. “વિઘોથી હણાયેલા અભાગીઆના મનોરથો શીરીતે સિદ્ધ થાય?’ જેમ વૈદ્ય એષવડે રોગીઓના રોગોને હણે છે, તેમ તે સ્ત્રીસુભટોએ સારી રીતે પ્રયોગ કરેલા (મૂકેલા) મોટા શસ્ત્રોવડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust