________________ જયાનંદ કેવળા ચરિત્ર. હતા. આ પ્રમાણે ઘેર સંગ્રામ પ્રવર્યું. તેમાં સમુદ્રના તરગોવડે નદીઓના તરંગની જેમ ચાકીના સુભટોએ કુમારરાજના સૈનિકોને પાછા હઠાવ્યા. તેમને પાછા હઠતા જોઈ શત્રુરૂપી ઘાસના સમૂહને બાળવામાં દાવાનળ જે વાવેગસેનાપતિ)સિંહે જોડેલા રથમાં આરૂઢ થઈ રણભૂમિમાં આવ્યું. તે જ્યાં જ્યાં દ્ધાઓને જોવા લાગ્યા, ત્યાં ત્યાં તેમને હણવા લાગ્યા. જ્યાં જ્યાં ઘાસ હોય ત્યાં ત્યાં દાવામિ તેને બાળે જ છે.” પછી પવનવેગ પણ રથમાં આરૂઢ થઈ રણસંગ્રામના પારને પામવાની ઈચ્છાથી શત્રુની સેનાને પરાજય કરવા પ્રાપ્ત થયું. “જેમ 'દુર્ભાવવડે પીડા પામતા ધર્મિષ્ટ જન કલેશના મૂળ કારણની નિંદા કરે, તેમ તે પવનવેગના બાવડે વ્યથા પામેલા સુભટો પ્રથમથી જ થયેલા વૈરની નિંદા કરવા લાગ્યા.” પછી યશલમીની સ્પૃહાવાળો વિર ચંદ્રગતિ પણ યુદ્ધમાં પ્રવત્યી. સુભટોપર પ્રહાર કરતા એવા તેની ગતિને કઈ પણ વીર ખલના પમાડી શકે નહીં. એજ રીતે યશને વિષે પ્રીતિને ધારણ કરતા ભેગરતિ વિગેરે સુભટે પણ શત્રુને સર્વથા નાશ કરે તેવા ક્રોધથી રણભૂમિમાં યુદ્ધ કરવા લાગ્યા, અને તે સર્વેએ પિતાની સેનાને રક્ષણ કરનારા તથા વૈરીના પ્રાણને હરવામાં રાક્ષસ જેવા બાવડે શત્રુસુભટને દીનતા પમાડી ચકીના સિન્યને ઢાંકી દીધું. જેમ કષાયે સંયમને ઉપદ્રવ કરે તેમ વિચિત્ર શસ્ત્રોવડે યુદ્ધ કરતા તેઓએ શત્રુના બળવાન સૈન્યને ભારે ઉપદ્રવ કર્યો, તેઓએ બાવડે કેટલાક શત્રુઓનાં ધનુષ્ય છેદી નાંખ્યા, કેટલાકનાં ધનુષ્યની પ્રત્યંચા તેડી નાંખી, કેટલાકનાં બાણોને ભાંગી નાંખ્યા, અને કેટલાકના મૃત્યુના સંશયને છેદી નાંખ્યા (મૃત્યુ પમાડ્યા). આ રીતે ચક્રીના સુભટે અત્યંત વ્યાકુળ થઈ ગયા, ત્યારે ભવના ભીરૂ ભવ્ય પ્રાણુઓ જેમ મિથ્યાત્વથી પાછા હઠીને સમ્યકત્વને શરણે જાય તેમ તેઓ યુદ્ધથી પાછા હઠીને ચક્રીને શરણે ગયા; એટલે પિતાની સેનાને પવનવેગાદિકે ભાંગેલી જોઈ ચક્રીને અત્યંત ક્રોધ જાગૃત થયે, તેથી તેણે વિદ્યાધરેને કહ્યું કે–“અહો! બાલ્યાવસ્થાથી જ જે મારા 1. મનના માઠા અધ્યવસાય.. * * * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust