________________ તેરમે સર્ગ. (65) હરનારી તે શક્તિ તેના હાથમાં આવી, તેને તત્કાળ ચકવેગે. ભમાડી પવનવેગ ઉપર મૂકી. તેને ભેદવા માટે પવનવેગે તથા બીજા વીરોએ પણ શસ્ત્રની શ્રેણિ મૂકી; પરંતુ દુર્જનની સલ્કિયાની જેમ તે શસ્ત્રશ્રેણિ નિષ્ફળ થઈ, એટલે તે શક્તિવડે હૃદયમાં હણાયેલો પવનવેગ તત્કાળ મૂચ્છ પામીને રથમાં પડી ગયો, અને પછી. જેમ સ્પેની (સિંચાણી) ચકલાને પીડા ઉત્પન્ન કરી મૂકનારના હાથમાં પાછી આવે તેમ તે શકિત ચક્રવેગના હાથમાં પાછી આવી. પવનવેગને મૂછ પામેલા જાણી જેમ કામદેવ સ્ત્રીમાં મૂઢ થયેલા પ્રાણીને પુત્રાદિક સંતતિવડે બાંધી લે તેમ તેને ચકવેગે નાગપાલવડે બાંધી લીધા. - હવે ચંદ્રગતિની સાથે બાવડે ચિરકાળ સુધી યુદ્ધ કર્યા છતાં પણ મહાવેગ મિથ્યાત્વની ક્રિયા કરનાર પ્રાણું ભવને ન જીતે તેમ તેને જીતી શક્યું નહીં ત્યારે મહાવેગે તેનાપર અતિ ભયંકર આગ્નેય શસ્ત્ર મૂકયું, તેને ચંદ્રગતિએ શીધ્રપણે વારૂણ અશ્રવડે ઓલવી નાંખ્યું. પછી જેવાથી જ વૈરીના મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરે તેવું ત્રિશૂળ મહાવેગે મૂકયું, તેને ચંદ્રગતિએ તીરવડે છેદી નાંખ્યું. છેવટે મહાવેગે યંત્રવડે લેહને ગેળો મૂક્યો, તે શસ્ત્રોવડે પણ અલના પામ્યો નહીં. તેના પ્રહારથી તે ચંદ્રગતિની છાતીમાં વાગે. તેનાથી તે યાચના કરેલા કૃપણની જેમ મૂચ્છિત થઈ રથમાં પડી ગયે. અને તરત જ મહાવેગે તેને નાગપાશવડે બાંધી લીધો. એજ પ્રમાણે લેહથી અને વિદ્યાથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારનાં બે આયુવડે ચિરકાળ સુધી મહાયુદ્ધ કરી મણિમાંનીએ ભેગરતિને અત્યંત શ્રમિત કર્યો. પછી તેણે તે ભોગરતિને નાગપાશવડે એવી રીતે બાંધી લીધો કે જેથી તે શ્વાસોચ્છવાસ લેવાને પણ શકિતમાન રહ્યો નહીં. તેમજ ચક્રવેગ જેવા ચંડવેગ નામના સેનાપતિએ વજુવેગ સેનાપતિને ચિરકાળ યુદ્ધવડે શ્રમિત કરીને બાંધી લીધે.. આ પ્રમાણે જેમ ધર્મના ઉપશમાદિક સુભટેવટે મેહના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust