________________ જ્યાનંદ કેવળી ચરિત્ર. મણિમાળી તે સ્ત્રીસુભટેને મૂકી તેની સામે સંગ્રામ કરવા આવ્યા. વીરને યુદ્ધનું અને બ્રાહ્મણોને ભેજનનું આમંત્રણ કરવામાં આવે, તો તે વખતે તેમનાં બીજાં સર્વે કર્યો અદશ્ય થાય છે–પડ્યા રહે છે એમ કહેવાય છે.” સિંહની સાથે હાથીઓ જેમ યુદ્ધ કરે તેમ તે મણિમાળીની સાથે ભેગરતિ વિગેરે બીજા ઘણુ વિદ્યાધર વીરે યુદ્ધ કરવા લાગ્યા. તો પણ તે એકલો વીર મણિમાળીએ શસ્ત્રોવડે ઘણું વીરેને મદ રહિત કરી દીધા. “સૂર્ય પરિમિત તેજવાળે છે, તે પણ તે એકલે ઘણા ચહેને નિસ્તેજ કરે છે. યુદ્ધ કરતા એવા તે મણિમાળીએ ભૂકુટિની સંજ્ઞાથી કિરણમાનીને પ્રેરણા કરી એટલે તે પેલા બાંધેલા સ્ત્રીસુભટને લઈને ચાલ્યા. ચંદ્રગતિએ તે વૃત્તાંત જણાવવાથી તદ્મળ કુમારરાજ ત્યાં આવ્યા, અને તેણે કિરણમાળીને ખંભિની વિદ્યાવડે ખંભિત કરી દીધો. તથા પિતાના સ્ત્રીસુભટને ગારૂડી વિદ્યાવડે નાગપાશના બંધનથી મુક્ત કરી પ્રબોધિની વિદ્યાવડે સર્વને જાગૃત કર્યા. એટલે જ થયેલા તે સ્ત્રીસુભટ છેદેલી જાળમાંથી ચકલા ઉડીને આવે તેમ તે પટને ભેદી ઉડીને કુમારરાજની પાસે આવ્યા. તેમને કુમારરાજે નવા વાહનો અને શસ્ત્રો વિગેરે આપીને સત્કાર કર્યો, અને દયાને લીધે કિરણમાળીને પણ સ્તંભન રહિત-છુટો કર્યો. કિરણમાળી પિતાના સ્તંભનથી અને પછી બંધનના મેલથી અત્યંત ક્રોધ પામી પિતાના આત્માને-શક્તિને પણ નહીં જાણતા અને ઊંચું કરી કુમારરાજને હણવા દોડ્યો. એટલામાં તે વીરભાની કુમા પર અસિને પ્રહાર કરે છે, તેટલામાં કુમારરાજે તેની અસિ ઉડાવી દઈ તેને માત્ર કમળ (પચી) મુઠીનેજ પ્રહાર કર્યો. આ રીતે તે દયાળુ રાજાએ તેને હણ્ય નહીં, તોપણ તે મૂચ્છિત થઈ ભૂમિપર તે પડ્યો. “શું સિંહના કેમળ ચપેટાને પણ મૃગ સહન કરી શકે ? તેને ચંદ્રગતિએ બાંધી રાજાના આદેશથી ઔષધિના જળવડે સજી કરી ત્યાંથી ઉપાડી પૂર્વે બાંધેલા સુભટની સાથે મૂકી દીધે; એટલામાં નામ અને પ્રતાપવડે પોતાની સમાન એવા કિરણમાળીને બંધાયે 1 સૂર્યનું નામ પણ કિરણમાલી કહેવાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust