________________ તેરમે સગે. (457): યુદ્ધમાં દિશા, વિદિશા, આકાશ કે પૃથ્વી કાંઈ પણ દેખાતું નહેતું, માત્ર ચોતરફ બાણે જ દેખાતા હતા. હવે મણિમાળીએ વીરાંગદ ઉપર વાળાવડે વ્યાસ એવી શક્તિ મૂકી, તેને તત્કાળ વીરાંગદ વીરે સામી શક્તિ મૂકીને ભેદી નાંખી. પછી ધીર એવા વીરાંગદે વૈરીના પ્રાણોને હરનાર અને ઘોર એવા ઘુરઘુર શબ્દવડે દુર્ધર એવા વિદ્યાથી ઉત્પન્ન કરેલા ભંડો મૂક્યા. તેમને આવતા જોઈ મહાસુભટ મણિમાળીએ વિદ્યાવડે ઉત્પન્ન કરેલા સિંહને મૂકો, તે સિંહે સર્વ ભંડેને તત્કાળ નાશ કર્યો, અને પછી તે સિંહ વીરાંગદ તરફ દોડ્યો. તેને આવતા જોઈ વીરાંગદે પ્રથમની જેમ વિદ્યાવડે શરમ મૂકો, તે શરભ સિંહને ખાઈ ગયું. પછી તે મણિમાળી તરફ દોડ્યો. તેને આવતો જોઈ શીધ્રપણે મણિમાળીએ વિદ્યાવડે ઉતારેલા ગર્જના કરતા મેઘવડે મૃત્યુ પમાડ્યો. પછી મણિમાળીએ બાણ વડે વીરાંગદના હાથીને પાડી નાંખ્યું. તે વખતે પવનવેગે સિંહે જોડે થે આપે. તેમાં બેસી હર્ષ પામેલા વીરાંગદે પણ બાણોના સમૂહવડે મણિમાળીના મન્મત્ત હાથીને પાડી નાંખે. ત્યારે મણિમાળીએ વિદ્યાથી કરેલા નવા રથમાં બેસી ક્રોધ પામી વીરાંગદના શરીર ઉપર અનેક બાણ નાંખી તેને વ્યાકુળ કર્યો. પછી તેના અનુક્રમે સાત ધનુષ્ય છેદી નાખ્યાં, તેથી તે વીરાંગદ શરને ગ્રહણ કરવા કે મૂકવા શક્તિમાન થે નહિ. ત્યાપછી તે મણિમાળીએ તત્કાળ પ્રસ્થાપન શસ્ત્રવડે વીરાંગદને તથા બીજા સર્વ સ્ત્રીસુભટોને પણ સુવાડી દીધા; અને જેમ આરંભ મૂઢ પ્રાણને કર્મથી બાંધે તેમ મણિમાળીએ નિદ્રા પામેલા તે વીરાંગદ ભટને નાગપાશથી બાંધી લીધો. એ જ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરવાના શ્રમથી વ્યાકુળ થયેલા મહાબાહુ વિગેરે સર્વે સુભટ મણિમાળીના શસ્ત્રવડે નિદ્રા પામ્યા, તેમને જુદા જુદા નાગપાશવડે બાંધી લીધા. પછી જેમ મચ્છીમાર જાળમાં મને ગ્રહણ કરે તેમ મણિમાળી પણ વિદ્યાથી બના. વેલા મોટાપટને વિષે બાંધેલા સ્ત્રીસુભટને ગ્રહણ કરવા તૈયાર થયે, તેવામાં પવનવેગાદિકે તેને યુદ્ધ કરવા બોલાવ્યું, એટલે 58 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust