________________ . (462), જયાનંદ કેવળી ચરિત્ર. તેઓએ હીન બળવાળા આપણા દ્ધાઓને પરાજય કયી ત: તેમાં શા માટે ખેદ કરવું જોઈએ? શું કાગડાઓ પણ કીડાઓને ત્રાસ નથી પમાડતા? તેથી તેઓને વિષે આ તમારે શું યુદ્ધના આરંભ? હું જ તેમને શીધ્રપણે જીતી લઈશ. પરશુ (કુહાડી ) .લતા છેદવા માટે ગ્ય છે, વજી પાસે લતા છેદવાનું કામ કરાવાય નહીં. ત્રણ જગતને જીતનાર તમે છે, તેથી અમને રણસંગ્રામ - સુલભ છે, માટે આજે અવસરે પ્રાપ્ત થયેલું તમારા પુત્રનું શેય પણ તમે જુઓ. શું હું આજે આ પૃથ્વીને ભેદી શીધ્રપણે નાગકુમારની શ્રેણિને ત્રાસ પમાડું? કે શું પાકાં આમ્રફળ (કેરી) ની જેમ નક્ષત્રના સમૂહને બાવડે પૃથ્વી પર પાડી દઉં? કે શું શક્તિવડે સમુદ્રનું શોષણ કરું? કે શું પતેને ચૂર્ણ કરી નાખું? આવા પ્રકારની સર્વ શક્તિવાળા મને તમારા જેજ પુત્ર જાણે." - આવાં વચનોવડે આનંદ પામેલા પિતાને નિષેધ કરી તેની અનુમતિ લઈ તે ચકવેગ શત્રુઓના સમૂહને અનુક્રમે હણતા હિતે આગળ ચાલ્યા. નદીના મોટા પૂરની જેમ રણસંગ્રામમાં પ્રસરતા તેને પત્તિ, રથી, ઘોડેસ્વાર કે હસ્તીસ્વાર કોઈપણ ખલના પમાડી શકશે નહીં. શરીરમાં ચેતરફ અર્ધ પેઠેલા તેના બાવડે મહા સુભટ જાણે શીશાળીઆથી વ્યાપ્ત શરીરવાળી શાહુડીએ હોય તેવા જણાવા લાગ્યા. શત્રુઓને ત્રાસ પમાડતા તેને જોઈ પવનવેગે તેને યુદ્ધ માટે બોલાવ્યું, ત્યારે રણસંગ્રામનાં અથી એવા તેને જોઈ ચકવેગે કહ્યું કે—“ગર્વથી અંધ થયેલાની બુદ્ધિ નાશ પામે છે, તેની જેમ હે મૂર્ખ ! તું કેમ કરવાની ઈચ્છાવાળા થયે છે કે જેથી આજકાલને તું દુર્બદ્ધિએ કરીને મારી સન્મુખ ઉભે રહેવા ઈચ્છે છે? રે મૂઢ! બાલ્યાવસ્થાથી જ મારા પિતાને સેવક થઈને આજે શત્રુપણું ધારણ કરી એક તુચ્છ નારીના બળથી ધીઠે થાય છે? આજે હું તને અવશ્ય હણું નાખીશ, તે વખતે તે નારી તારૂં રક્ષણ નહીં જ કરી શકે. “સિંહથી ગળાતા મૃગનું શું મૃગલી રક્ષણ કરી શકે?” તેણુએ પિતાનું રક્ષણ કરવા માટે જ મારી સાથેના સંગ્રામમાં તને માફ જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust