________________ - તેરમો સર્ગ (461) સેવકો થઈ મારી આજ્ઞાવડે જ માત્ર જીવનારા છે, તેઓ આજે મારા સૈન્યને ભાંગે છે, અને મારા પુત્રાદિકને બાંધે છે; તોપણ ખેદની વાત છે કે હું જીવતો છતો જ આવા પરાભવને સહન કરૂં છું અને વિદ્યાધરચક્રવતીના અભિમાનને ધારણ કરું છું. માટે મને ધિક્કાર છે. મારે તો હવે એ પવનવેગાદિક દુષ્ટોને શીધ્ર હણવાજ જોઈએ.” આ પ્રમાણે વિચારી તે યુદ્ધની ઇચ્છાથી રથ પર આરૂઢ થતા હતા, તેવામાં તેના સર્વ પત્રમાં મોટા ચકવેગ નામના પુત્રે શત્રુના સૈન્યને તૃણ સમાન ગણું ખેચરચકીને ભક્તિ સહિત વિજ્ઞપ્તિ કરી કે “પિતાજી! શેષનાગ તમારા બાણથી ભય પામીને પાતાળના મૂળમાં જઈ રહ્યો છે, તેથી તે યુદ્ધ કરવા લાયક નથી, આ પૃથ્વી સર્વ પ્રાણીઓને આધાર હોવાથી તમારા બાણુના સમૂહવડે ફાટી જાય તે યોગ્ય નથી, સમુદ્ર પણ તમારા શસ્ત્રના ભયથી નિરંતર આકંદ કર્યા કરે છે, તેથી તે પણ વધારે શેષણ કરવાને ગ્ય નથી, શકઈ પ્રથમથી જ આ પર્વતની પાંખો કઠીન વાના તટવડે કાપી નાંખી છે, તેથી પર્વતે પણ હણવા યોગ્ય નથી, અગ્નિદ્વારા ભજન કરનારા આ દેવો સ્વર્ગમાં જ સ્થિતિ કરવાથી પ્રીતિવાળા થયા છે, તેમને શા માટે જીતવા જઈએ? યમરાજ જગતને અનિષ્ટ છે તો પણ તેના પગ શીર્ણ થયેલા (સડી ગયેલા) છે, તેથી તે પણ વધ કરવા યોગ્ય નથી. વિશેષ શું કહું? ત્રણ લેકમાં કઈપણ એ વીર નથી કે જે યુદ્ધમાં તમારી સામે ઉભે રહી શકે, તો હે પિતા ! કોને જીતવા માટે આ રણ રણ શબ્દ કરતા શસ્ત્રને તમે ધારણ કરે છે? વળી પોતાના આત્માને સુભટ માનનારા આ મનુષ્ય તમારા મોટા અપરાધવાળા હોય તોપણ નિઃસાર હવાથી તમારે વધ કરવા લાયક નથી. હાલમાં કેઈપણ ચક્રવતી કે વાસુદેવ યુદ્ધમાં તૈયાર થઈને સામે આવ્યું નથી, તેમજ અસુરેંદ્રો રસાતલ (પાતાળ) રૂપી બિલમાં પેસી ગયા છે અને દેવે અનંતવનમાં પેસી ગયા છે, તે હમણાં સંપૂર્ણ વીર્યવાળ કેણું દ્ધો રણસંગ્રામના તમારા કૌતુકને પૂરનારો થાય તેમ છે? કદાચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust