________________ (452) જયાનંદ કેવળા ચરિત્ર. તિરસ્કાર કરતા તથા ભુજાફેટને કરતા અને સૈન્યના વીર કાંસ્યતાલ (કાંસી) ની જેમ પરસ્પર મળ્યા, અને ક્રોધથી અધિક અધિક યુદ્ધ કરવા લાગ્યા. વિરેએ એકબીજાની ઉપર મૂકેલા બાણે આકાશ માં અને અન્ય અફળાતા હતા, તેથી તે આકાશમાં યુદ્ધ કરતા જાણે પાંખોવાળા સર્પ હોય તેવા શોભતા હતા. રાજાની અને ચક્રીની બહુ રૂપી વિદ્યાના પ્રભાવથી વીરેએ મૂકેલાં ચક્રો આકાશમાં ચોતરફ ભમવા લાગ્યાં. વીરેએ પરસ્પર યુદ્ધ કરવા માટે પ્રેરણા કરતા વાહનના હાથીએ પોતાના સ્વામીઓનું પરાક્રમ પિતાને વિષે સંક્રમવાથી (પ્રાપ્ત થવાથી) અધિકાધિક પરાક્રમવડે યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરવા પૂર્વક પરસ્પર અફળાતા તે હાથીઓના દાંતના આઘાતથી અગ્નિની જવાળા નીકળતી હતી, તેથી તે હાથીએ વીજળી સહિત જાણે મેઘ હોય તેવા શોભતા હતા. યુદ્ધ કરતી વખતે ઉચ ઉડતા અને નીચે પડતા બખ્તરવાળા હાથીઓ જાણે પાંખવાળી પર્વત હોય તેમ કેના આશ્ચર્યને માટે તથા ભયને માટે ન થાય ? કારણ કે તેઓ પાદના આઘાતવડે પૃથ્વીતળને છેદી નાંખતા હતા, મદના જળવડે ઝરણું સહિત દેખાતા હતા, ઝરતા રૂધિરવડે ગેરૂ નામની ધાતુ સહિત દેખાતા હતા, દાંતવડે અને તેમાં બાંધેલા ખગ્ગવડે તથા સુંઢવડે અને તેમાં પકડેલા મુગરાદિકવડે પરસ્પર દ્રઢ પ્રહાર કરતા હતા, અને તેમની મુખરૂપી કંદરાઓ (ગુફાઓ) ગર્જના કરતી હતી. સિંહો સિંહનાદવડે હાથીઓના સમૂહને ત્રાસ પમાડવા લાગ્યા, પુંછડાના પછાડવાથી રથને શબ્દ કરાવવા લાગ્યા તથા દાઢી અને નવડે હણીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. મોટા કુંફાડાવડે દુર્ધર એવા સર્પો ભયંકર ફણાઓના આઘાતથી–અફબાવાથી મણિઓની સંધિઓને ફાડી નાખે એવું પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘેર એવા ઘુરઘુર શબ્દવડે દુર્ધર, આકાશમાં ઉછળતા, પરસ્પર અથડાતા અને તીક્ષણ દાઢાવડે હણતા એવા ભંડે (ડુક્કર, યુદ્ધ કરવા લાગ્યા. એજ પ્રમાણે શરભ (અષ્ટાપદ) મૃગ, શાર્દૂલ, પાડા વિગેરે વિદ્યાધરોનાં વાહનો અને બીજા પશુઓ પણ 1 પર્વતે પૃથ્વીમાં પ્રવેશ કરેલા હોય છે. ર પરાભવ ન પામે તેવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust