________________ તેરમે સર્ગ. ' (45) સેના ધીમે ધીમે યુદ્ધભૂમિથી પાછી ફરી. જેમાં વીરાની ગર્જના અને વાજિત્રના નાદ થતા હતા, તથા મંગળપાઠકે જેની સ્તુતિ કરતા હતા એવું જયાનંદ રાજાનું સૈન્ય પોયણના વનની જેમ આનંદ પામ્યું. તેમણે ઔષધિના જળવડે સર્વ સુભટો તથા પશુએને પ્રથમની જેમ સજજ કર્યા. તેજ રીતે ચક્રીએ પણ પોતાના સુભટે અને પશુઓને વિદ્યાવડે અને ઔષધિના જળવડે સજજ કર્યા. ઔષધિના જળવડે સજ કરેલા તે મદનાદિક સાતે રાજાઓને પવનવેગે લોહવિગેરેના પાંજરામાં નાંખ્યા. યુદ્ધની શ્રાંતિએ આલિંગન કરેલા વીરોને ઈર્ષાના વશથી શીધ્રપણે સર્વ અંગે સુખ કરનારી નિદ્રાએ આલિંગન કર્યું. આ પ્રમાણે જયાનંદના ચરિત્રમાં યુદ્ધના અધિકારને વિષે બીજે દિવસે ભેગરતિ વિગેરે આઠે મિત્રોને જય થયે, એ હકીકત આવી છે.' - ત્રીજો દિવસ. " - જયાનંદ રાજા જયલક્ષમીને લાયક છે, તે જયલક્ષમી યુદ્ધ વિના મળી ન શકે; તેથી યુદ્ધને અવકાશ આપવા માટે ત્રીજે દિવસે પ્રાત:કાળમાં સૂર્ય પૂર્વાચળ પર આરૂઢ થયે. કેટલાક સુભટે પરાભવના વશથી, કેટલાક અર્ધ જય પ્રાપ્ત થવાથી અને કેટલાક મંગળવાજિત્રના શબ્દથી રણસંગ્રામના ઉત્સાહવાળા થઈ જાગૃત થયા. પ્રથમની જેમ બન્ને સેનાઓમાં સર્વ યુદ્ધસામગ્રા તૈયાર કરી અને સેનાપતિની આજ્ઞાથી વીરો યુદ્ધ કરવા ચાલ્યા. જેમ મદિરા પીનારા મવડે, રાજાએ ધનવડે અને બ્રાહ્મણો પરના અન્નવડે તૃપ્ત થતા નથી, તેમ ભુજાના બળથી ઉન્મત્ત થયેલા મહાવીરે યુદ્ધવડે તૃપ્ત થતા નથી. જેમ દાન દેવામાં ચતુર દાતાર જમવા માટે યાચકને આમંત્રણ કરે, તેમ સુભટ વજાદિક ચિન્હાવડે ઓળખી ઓળખીને સામા સુભટને આમંત્રણ કરવા લાગ્યા. પિતાના કુળના ઉત્કર્ષને કહેતા, અન્યના કુળોની નિંદા કરતા, પરસ્પરની નિંદા, મર્મ (રહસ્ય), મશ્કરી અને પ્રશંસાવડે અન્યને 1 પોયણીના પક્ષમાં રાજા એટલે ચંદ્ર. 2 થાક-શ્રમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust