________________ (450). જયાનંદ કેવળ ચરિત્ર. એજ રીતે રત્નડ, તડિક્રેગ અને ચંદ્રાભ રાજાઓ પણ યુદ્ધમાં ઉદ્યમ કરતા ચિત્રવીર્ય, મહાવીર્ય અને ભદ્રવીરને નિષેધ કરી અનુક્રમે અક્ષભ, કાસર અને રમણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી છેવટ તેમના ધનુષ વિગેરે છેદી તેઓએ તે અભ, કાસર અને રમણને બાંધી લીધા. તેમને લેવાની ઈચ્છાથી ચંદ્રભદ્ર, યશશ્ચંદ્ર અને ચંદ્રકીર્તિ નામના વિદ્યાધરે આવ્યા, તેમને તે ઉત્તમ સુભટેએ યુદ્ધવડે રૂંધ્યા. તેવામાં જેમ મિથ્યાત્વ જ્ઞાનાદિક રહિત જંતુઓને સંસારમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તે બાંધેલા અક્ષેભાદિકને પિતાના સિન્યમાં લઈ ગયો. આ પ્રમાણે એક ભોગરતિ વિના બીજા સાતે મિત્રરાજાએ શત્રુઓને બાંધી પૂર્વના પરાભવને તરી ગયા. ચંદ્રબાહુ વિગેરે સાત મિત્ર યુદ્ધમાં પ્રથમ બંધાયા હતા, તેઓએ જ મદનાદિકને બાંધ્યા, તેનું કારણ એ કે તે મદનાદિક ચિરકાળ યુદ્ધ કરવાથી થાકી ગયા હતા તથા તેમનું પૂર્વભવનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હતું. પ્રાણુ યુદ્ધમાં પણ પૂર્વના અશુભ કર્મથી જ પરાભવ પામે છે, અને અશુભ કર્મથી જ હણાય છે. વળી શત્રુને જય અને લક્ષમીની પ્રાપ્તિ પણ શુભ કર્મથી જ થાય છે. આ પ્રમાણે શુભ અને અશુભ કર્મ જ શુભ અને અશુભ ફળને આપનારૂં છે એમ જાણ સારી બુદ્ધિવાળા પ્રાણીઓએ શુભ કર્મ ઉપાર્જન કરવા પ્રયત્ન કરવો. ચંદ્રબાહુ વિગેરે સાતે વીરાએ એવી રીતે યુદ્ધ કર્યું કે જેથી ખેચરચક્રીની મોટી સેના પણ ભગ્ન થઈ ગઈ. તે વખતે વિરેને યુદ્ધશ્રમ જોઈને તે શ્રમ જાણે પોતાને વિષે સંક્રમે હોય તેમ સૂર્યો પશ્ચિમ સમુદ્રમાં સ્નાન કરી તે શ્રમને દૂર કર્યો. પછી શુભાશુભ કર્મથી જય અને પરાજય પામેલા વિરે બન્ને સેનાપતિઓની આજ્ઞાથી યુદ્ધકને ત્યાગ કરી પિતાના સ્થાને ગયા. સાત વીરેના બંધનથી કાંઈક મંદ થયેલા ઉત્સાહવાળી ખેચરચક્રીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust