________________ તેરમે સર્ગ. (0) અનુક્રમે બાણોની વૃષ્ટિ કરતા ચિત્રવીર્ય, મહાવીર્ય અને ભદ્રવીરે નિવાર્યા (રૂધ્યા). આ પ્રમાણે કર્મના વશથી બંધાયેલા જીવોની જેમ શત્રુઓએ બાંધેલા તે આઠે મિત્રોને પવનવેગે શીધ્રપણે લઈ કુમારરાજને સેવા; એટલે સેવકવત્સલ કુમારે તત્કાળ ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશ છેદી ઓષધિના જળવડે તેમને સજજ કર્યા. આ રીતે તે નરનાથના હસ્તસ્પર્શના પ્રભાવથી પહેલાંના કરતાં પણ અધિક બળ, ઉત્સાહ, તેજ અને વૈયદિક સંપત્તિને તેઓ પામ્યા. “પત્થરે પણ સૂર્યના કિરણોના સ્પર્શથી શું તેજસ્વી નથી થતા?” પછી તે આઠે મિત્રે પ્રથમના પરાભવથી ઉત્પન્ન થયેલા ક્રોધથી ફરી યુદ્ધ કરવા દડ્યા. હવે તે બને સેનાપતિઓને યુદ્ધમાં તત્પર જોઈ અને સેનાના સર્વ સૈનિકે વિશેષ કરીને યુદ્ધમાં પ્રવર્યાં. દૂર સુધી જનારા વીરોના બાણો જાણે જ્યોતિષી દેવોને પોતપોતાના સ્વામીના શેર્યગુણે કહેવા જતા હોય તેમ ચોતરફ આકાશમાં પ્રસર્યા. વીરોના બાણે વેરીઓનાં શરીર પર અમોઘ (સફળ)પણે પડવા લાગ્યા. કારણ કે માર્ગ પામવા લાયક અ૯પ દ્રવ્યને પણ તજતા નથી, તે લક્ષને કેમ તજે? જેમ સૂર્યના કિરણે ચંદ્રાદિકના કિરણોને દૂર કરે, તેમ કેટલાક વરના બાણ શત્રુના બાણોને દૂર કરતા હતા. જેમ અલ્પ સત્ત્વવાળાના ધર્મક્રિયાના મોરથો વિબ્રોવડે નિષ્ફળ થાય, તેમ કેટલાકના બાણો ઢાલની સાથે અથડાઈને નિષ્ફળ થતા હતા. શત્રુઓના બખ્તર તથા ઢાલ છેદવાથી પછી તેઓ સુખે કરીને જીતી શકાશે એ જ જાણે વિચાર કર્યો હોય તેમ તથા જેમ આસન્નસિદ્ધિ જીવો કર્મરૂપી શત્રુને જીતવા માટે પ્રથમ વિવેકાદિક મહા આયુધોવડે મિથ્યાત્વ અને લેભાદિકને છેદે છે તેમ કેટલાક વિરેએ બાવડે શત્રુઓના બખ્તર અને ઢાલ છેદી નાંખ્યાં. હવે જેમ કોઈક દિવસે આકાશમાં ઉદય પામતા અને અસ્ત 1 યાચક અને બાણ 2 લાખ અને નિશાન છે વિધ્ર આવવાના ભયથી 4 વદ એકમની સવારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust