________________ (438), જયાનંદ કેવળી ચરિત્ર. ડવા લાગ્યા. તથા–“અરે વીર! આવ, આવ, ઉભું રહે ઉભું રહે, યુદ્ધ કર, યુદ્ધ કર, હે મુઢ! શીધ્ર નાશી જા, નાશી જા, હજુ ઉભે છે? હણ, હણાયે, આયુધને ત્યાગ કર, ત્યાગ કર. મુખમાં તૃણ ગ્રહણ કરીને જીવંત રહે, જીવતે રહે. રે મૂઢ! વાણવડે ગર્વ કેમ કરે છે? હાથવડે તારૂં બળ બતાવ. અરે! શત્રુને વિષે પ્રવેશ કરતાં તું લાજ, લાજ. ખરેખર આજે તારાપર યમરાજ કપ પામે લાગે છે.” આવા ભયંકર શબ્દો દરેક સુભટામાં પરસ્પર પ્રવર્તી. પ્રલય કાળને મેઘ જેમ તરફ કરાની વૃષ્ટિ કરે તેમ સુભટ પરસ્પર વિચિત્ર આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા. ચોતરફ ધારાને ફેલાવતા જાણે નવીન મેઘ હોય તેમ મહાવીરે ચોતરફ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા. વાયુએ ઉડાડેલા વનથકી ચોતરફ આકાશમાં જેમ પક્ષીનાં ટેળાં ઉડે તેમ બને સૈન્યમાંથી વિચિત્ર શસ્ત્રો આકાશમાં ઉડવા લાગ્યા; અને પછી ફળવાળા વૃક્ષો ઉપર જેમ ચેતરફથી આવીને પક્ષીઓ પડે તેમ તે શસ્ત્રો આકાશમાં ભમીને વીરેના શરીર પર પડવા લાગ્યા. તે રણસંગ્રામ કોઈ ઠેકાણે બાણમય, કોઈ ઠેકાણે ખ, કુંત અને ગદામય, કેઈ ઠેકાણે ચક્રની શ્રેણિમય, કોઈ ઠેકાણે ફૂલ અને શક્તિમય, કોઈ ઠેકાણે મુષ્ટિ અને યષ્ટિમય અને કેઈ ઠેકાણે મુગરના સમૂહમય, એમ વિવિધ પ્રકારના આયુધવડે ભયંકર દેખા. ક્ષણવારમાં શત્રુઓના આયુધથી હણાયેલા અનેક પત્તિ ભૂમિ ઉપર પડી ગયા, તે જાણે પૃથ્વી પર . લેટતા વીરેના કીડા કરવાના કંદુક(દડા) હોય તેવા દેખાતા હતા. તે રણભૂમિ કેઈ ઠેકાણે સ્થળ વડે કરીને મારવાડની ભૂમિની જેમ પડેલા હાથીઓ વડે અને ઢગલારૂપ થયેલા અવડે દુખે કરીને ચાલી શકાય તેવી થઈ પડી. કેઈ ઠેકાણે મસ્તકેવડે, કેઈ ઠેકાણે હ સ્તવ અને કોઈ ઠેકાણે પાદાદિક અવયવડે જાણે કે વિધાતારૂપી સૂત્રધારની મનુષ્ય ઘડવાની શાળા હોય એવીતે દેખાવા લાગી. કોઈ ઠેકાણે દૂર રહેલા શત્રુને ધ્વજના ચિન્હથી ઓળખી તેને હણવા માટે જળકાંત મણિ જેમ સમુદ્રમાં પેસે તેમ સુભટે સેનાને કેડી (એક તરફ કરી, તેમાં પ્રવેશ કરતા હતા. કોઈ ઠેકાણે ભાંગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust