________________ (444) જયાનંદ કેવળી ચરિત્ર. એવું યુદ્ધ કર્યું કે જેથી કુમારરાજના સૈનિકો તરફથી ભગ્ન થયા, અને સમુદ્રની વેળા (ભરતી) થી હણાયેલા નદીના પ્રવાહની જેમ તેઓ પાછા હટ્યા. તેમને પાછા હઠતા જોઈ ભેગરતિ વિગેરે બેચરપતિ આઠે મિત્રે ક્રોધથી ઉદ્ધત થઈ પિતપોતાના સૈન્ય સહિત યુદ્ધ કરવા ઉભા થયા. ક્રોધથી તે વીરોએ ચોતરફ એવી બા ની શ્રેણિ મૂકી, કે જેથી મોટા વીરોને પણ આશ્ચર્ય ઉત્પન્ન થયું. જેમ ગર્જના કરતા મેઘવડે પુષ્કર જાતિને મૃગ તિરસ્કાર પામે તેમ વિરેએ નિરંતર મૂકેલા બાણેની વૃષ્ટિવડે શત્રુનું સૈન્ય તિરસ્કાર પામ્યું. સુભટેના આવતા બાણને કેટલાક વિરેએ નિપુણતાથી છેતર્યા-ચુકાવ્યા, તેથી તે બાણોએ સીધા જઈ પર્વત સાથે અથડાઈ પાછા વળીને પંખ (છેડા) વડે તે મૂકનાર શત્રુને જ હણ્યા. જેમ ગુરૂની વાણું સપુરૂષોની મિથ્યાત્વરૂપી તંદ્રા (આલસ્ય) ને છેદી તેના હૃદયમાં પ્રવેશ કરે, તેમ સુભટના બાણે શત્રુઓના બખ્તરરૂપી ચામડીને ભેદી તેમના હૃદયમાં પઠા. જેમ ગુરૂની વાણી દુબુદ્ધિ જનના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી જાય, તેમ કેટલાએક વીરના બાણે પડખે નેત્ર રાખીને ઉભેલા શત્રુના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી ગયા. જેમ સત્પરૂષની વાણું બળ પુરૂષના એક રૂંવાડાને પણ ભેદી ન શકે, તેમાં કેટલાક મોટા બળથી પણ મૂકેલા સુભટના બાણોએ વીર શત્રુઓનું એક રૂંવાડું પણ લેવું નહીં, નેત્રને યુદ્ધ જેવાની ઈચ્છા છે, અને મન ભયથી નાશી જવા ઈચ્છે છે, તેમ આકાશમાં વીરના બાણે જવાથી દેવમાં પણ પરસ્પર વિચારેને વિરોધ થયે. (અથવા વીરેના બાણે આકાશમાં જવાથી દેવનાં નેત્રને યુદ્ધ જેવાની ઈચ્છા હતી અને મનને ભયથી નાશી જવાની ઈચ્છા હતી, તેથી દેવામાં પણ માનસિક વિરોધ થયે-અવ્યવસ્થિતપણું થયું.) હવે જેમ પ્રલયકાળના વાયુ પ્રસરતી (ઉડાડેલી) રજવડે દિશાઓને ઢાંકી દે, તેમ તે ભેગરતિ વિગેરે આઠે મિત્રએ પ્રસરતા (ફેકલા) બાવડે શત્રુઓ અને દિશાઓને પણ ઢાંકી દીધી. તે ધુરંધર વીર યુદ્ધ કરતા હતા ત્યારે કેટલાક શત્રુઓને મદ સહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust