________________ (44) જયાનંદ કેવળી ચરિત્ર પાપના પ્રભાવવડે કેટલાક અંગના ક્ષયને, કેટલાક મરણને અને કેટલાક પરાભવને પામ્યા; કેમકે સર્વ અશુભ ફળનું કારણ પાપ જ છે. આવા ઘોર સંગ્રામમાં પણ પુણ્યના પ્રભાવથી કેટલાકે અક્ષત અંગવાળા રહી શત્રુઓને નાશ કર્યો અને જયને પામ્યા; કેમકે સર્વ શુભ ફળને વિષે પુણ્ય જ હેતુભૂત છે. ત્યારપછી પૂર્વે થઈ ગયેલા વિરેને યશ મેળવવાને ઈચ્છતા, જય મેળવવામાં વૃદ્ધિવાળા, સ્વામીના ગ્રાસનું અનુણપણું અને પિતાના કુળને ઉદ્યોત કરવાને ઈચ્છતા, ક્રોધ, ઈર્ષ્યા અને અભિમાનને વશ થયેલા, શત્રુઓને વશ કરનારા અને વિવિધ આયુધવડે ભયંકર એવા વીરે અનેક પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં કેટલાક વીરે સારથી સહિત શત્રુના દ્ધાને હણી કૃપાવડે અશ્વોને જીવતા રાખી તેના જ રથવડે શત્રુના સુભટ તરફ ચાલ્યા. કેટલાક સુભટો ગર્વથી શસ્ત્ર ગ્રહણ કર્યા વિના જ પિતાના બે હાથવડે શત્રુના પગ પકડી તેમને પરસ્પર અફળાવને હણવા લાગ્યા. બન્ને પક્ષના પત્તિઓ કુકડાની જેમ આકાશમાં ઉડતા અને નીચે પડતા પરસ્પ રના બાણાવડે હણાઈને પૃથ્વી પર પડવા લાગ્યા. ગર્વથી કેટલાક સુભટોએ મદ ઝરતા હાથીઓને આકાશમાં ઉછાળ્યા, તે વખતે તે હાથીઓ જાણે હાડકાંને વહન કરનારા વાદળાં હોય તેમ આકાશમાં આમ તેમ ભમવા લાગ્યા. કેટલાક વીરો ગદા વિગેરે શસ્ત્રોવડે શત્રુના રથને ભાંગી તેના જ ચક્રોવડે શત્રુને વિનાશ કરવા લાગ્યા, તે વખતે ઘણા ચકરૂપ શસ્ત્રવાળા જાણે ઘણું ચકવતીએ હોય તેમ જણાવા લાગ્યું. ભુજના ગર્વથી ઉદ્ધત થયેલા કેટલાક વીરેએ શત્રુના હાથીઓને આકાશમાં ઉછાળ્યા, તે હાથીઓએ પર્વતના શિખરની જેમ પડતાં પડતાં રથ, પત્તિઓ અને અશ્વાદિકને પીસી નાંખ્યા. આવા મહા ઘોર રણસંગ્રામમાં કુમારરાજના સૈનિકે એ ખેચરચકવતીના અગ્ર સૈનિકને તત્કાળ ભાંગી નાંખ્યા. સમુદ્રની ચડતી વેળા (ભરતી) ની જેમ ખેચરચકીની સેના કેટલીક ભૂમિ સુધી જઈ શત્રુથી પરાભવ પામીને પાછી હઠી. તે વખતે કુમારના સૈન્યમાં ચેતરફ જયના વાજિંત્રો વાગવા - T TTTTTTTTTTTTTTTTTTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust