________________ કે તેરમો સર્ગ. (437) માન હોય તેવા રથે, તથા હાથી, વાઘ, અશ્વવિગેરેનાં સરખાં યુગલો તેજ પ્રમાણે સિંહ, શાર્દુલ, હાથી, વાઘ વિગેરે સરખે સરખા વાહનો અને આકાશમાં ચાલનારા મોટા મહેલો હોય તેવા વિમાને બને સન્યમાં પરસ્પર યુદ્ધને માટે એકઠા મળ્યા. તે વખતે આકાશને ફેડનારા, પૃથ્વીને કંપાવનારા, દિશાઓને ગજાવનારા, પર્વતાદિકને ચળાવનારા અને પર્વતની ગુફાઓને નાદવાળી કરનારા ભયંકર અને દુર્ધર ગરવની સાથે ભંભા, ભેરી, મહાઢકા, હુડુક અને કાહળ વિગેરે રણવાજિત્રાને સમૂહ નાદ કરવા લાગ્યા. પછી બંને બાજુની આજ્ઞા થવાથી માંસભક્ષણ માટે ભૂખ્યા થયેલા પ્રેત હોય તેવા વીરે વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરવા લાગ્યા. “યુદ્ધમાં અમારા સ્વામીને આ ધૂળ ઉડીને વિધ્ર ન કરે” એમ ધારીને મોટા હાથીઓએ મદરૂપી જળવડે ધળને શાંત કરી દીધી. દ્ધાઓનાં વાહનેની ઉપર રહેલા ધ્વજ વાયુના સમૂહવડે ફરતા હતા, તેથી જાણે કે પોતાના સ્વામીઓનું યુદ્ધમાં પરાક્રમ જોઈ હર્ષથી તે નૃત્ય કરતા હોય તેવા શોભતા હતા. કોડે સુભટેના પરસ્પર બોલાવવાથી, મોટા ગજરવથી, ભુજાઓના અત્યંત આશ્લેટનથી, હાસ્યથી, બલ્કારથી, પરસ્પર હાકોટા કરવાથી અને પરસ્પર યુદ્ધ કરતા અને ક્રોધ, ઈર્ષ્યા અને દુધર્ષવડે ભયંકર એવા સિંહ વ્યાધ્રાદિકેએ મૂકેલા ફુટ સિંહના દાદિકવડે, કરડે હાથીઓની ગર્જનાવડે, દુર્ધર અશ્વોના હેષારવવડે, રથના ચકના ચીત્કાર શબ્દવડે, ખાદિક શસ્ત્રોના ખડખડ શબ્દવડે, ધનુષ્યની પ્રત્યંચાના ટંકાર શબ્દવડે, જય જય શબ્દના સમૂહવડે, જેનારાઓના અટ્ટટ્ટહાસ્યના સમૂહવડે, તેમની હર્ષસહિત વગાડેલી હાથની તાળીઓ વડે, દિશાઓ અને પર્વતની ગુફાઓમાં પ્રસરતા મોટા પડછંદાવડે અને ત્રાસ પામતા વનના પશુઓના ભયંકર આકંદ શબ્દવડે અતિ વૃદ્ધિ પામેલે, લાખો વાજિંત્રોથી ઉત્પન્ન થયેલા, ચાતરફથી બ્રહ્માંડને ફેડી નાંખતે, આકાશ તથા પૃથ્વીના ઉદર [મધ્યભાગ) ને ભરી દેતો અને જાણે કે રણસંગ્રામ જોવામાં કેતુકવાળા દેવોને પણ બોલાવતો હોય એ માટે નિર્દોષ જગતને ભ પમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust