________________ (434). જયાનંદ કેવળા ચારિત્ર ઉત્સુક થઈ પરિવાર સહિત વિમાનમાં બેઠા. શ્રીધર 1, શ્રીપતિ રે, કાંત 3, અરિજય 4, દત્ત 5, વિક્રમ 6, નંદ 7, આનંદ 8, નરવ્યાધ્ર 9, જય 10, વિજય 11, મણિચૂડ૧૨ અને અચલ 13 વિગેરે હર્ષથી જાણે મહત્સવને માટે તૈયાર થતા હોય તેમ રણસંગ્રામને માટે બખ્તર પહેરી તૈયાર થઈ બખ્તરવાળા હાથી પર આરૂઢ થયા. હાથી, ઘોડા, સિંહ, વાઘ, શાર્દુલ અને પાડા વિગેરે બીજાં વાહને પણ ઉચિતતા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યાં અને તેમની દરેકની ઉપર શ્રીકાંત અને શ્રીધર વિગેરે હજારે અને લાખો ખેચશ્વરે બખ્તર પહેરી આરૂઢ થયા. - હવે સ્ત્રીરૂપે શત્રુઓને મેહ પમાડતા શ્રી જ્યાનંદ કુમારે દ્ર સ્નાન કરી, જિદ્રની પૂજા કરી, ભક્તિથી સ્તુતિ અને નમસ્કાર કરી, ધ્યાનમાં લીન થયેલા હૃદયવડે પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ચતરફ મણિઓવડે દેદીપ્યમાન વામય બખ્તર ધારણ કર્યું. યુદ્ધના ઉત્સાહથી ઉસ પામતું તે બખ્તર તેના શરીર પર ગાઢ રીતે ચૂંટી ગયું, તેથી તે શરીર જાણે બીજી સુવર્ણની ચામડીવાળું થયું હોય તેવું શોભવા લાગ્યું. તેણે લેહમાં જડેલા મણિઓવડે દેદીપ્યમાન ટેપ મસ્તાર ધારણ કર્યો, તેથી તે વીજળી અને મેઘથી વીંટાયેલા મેરૂપર્વતના શિખરની જેમ શોભવા લાગ્યા. તેમણે અખૂટ બાણવાળા બે ભાથા બે પડખે બાંધ્યા અને ડાબા હાથમાં વપૂર્ણ નામનું ધનુષ્ય ધારણ કર્યું. પછી પ્રથમ કહેલી યુદ્ધને લાયક સામગ્રીવડે સજજ કરેલા અંજનગિરિ જેવા મદોન્મત્ત હસ્તીપર રાજાઓમાં હસ્તી સમાન તે કુમારરાજ આરૂઢ થયા. બખ્તર વિગેરે સામગ્રીવડે સજજ કરેલા હાથી પર બખ્તર પહેરીને આરૂઢ થયેલા અને સ્ત્રીરૂપને ધારણ કરનારા પાંચસે ઉત્તમ શૂરવીરેથી વીંટાયેલા તે રાજા અતિ શોભવા લાગ્યા. આ કુમારના યુદ્ધ માટે સજજ થયેલું અને કેટિ સુભટવાળું સમગ્ર સૈન્ય ચોતરફથી આવી તે કુમારને વીંટાઈ વળ્યું. વિચિત્ર વાહનો ઉપર બેઠેલા અને વિવિધ પ્રકારના આયુધ અને ધ્વજાદિક ચિન્હને ધારણ કરતા તે સૈન્ય વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust