________________ - તેરમે સર્ગ. ' (433). રૂપી અગ્નિમાં પિતાના પ્રાણે હેમીને પ્રાપ્ત કરે છે. જેઓ રણસંગ્રામમાં શત્રુઓને પોતાની પીઠ આપે છે–દેખાડે છે ( નાસી જાય છે) અને પોતાના કુળને અપયશ આપે છે, તેઓને નટની જેમ વિવિધ પ્રકારનાં શસ્ત્રોના શ્રમથી શું ફળ છે? આ જગતમાં બન્ને ભવ સંબંધી ઉત્તમ ફળ આપનારું યુદ્ધ જેવું કોઈ પણ તીર્થ નથી; કેમકે તે યુદ્ધમાં જીવતા રહે તે લક્ષમી તથા યશ મળે, અને મરી જાય તો શીધ્રપણે સ્વર્ગનું સુખ મળે. દી એક ક્ષણવાર જ પ્રકાશ કરી શકે છે, સૂર્ય દિવસે જ પ્રકાશ કરી શકે છે અને ચંદ્ર રાત્રીએ જ પ્રકાશ કરી શકે છે, પરંતુ યુદ્ધમાં પરાક્રમથી ઉત્પન્ન થયેલી કીર્તિ તે યુગાંત કાળ સુધી રહેવાથી દેદીપ્યમાન રહે છે. આવા ઉત્સાહ, પરાક્રમ, સ્વામીભક્તિ અને પ્રજાનાં હિત કરવાથી દેવો તમારા વિદ્ગોને દૂર કરી તમને જય આપશે.” આ પ્રમાણે વિરાની સ્તુતિ કરતા અને પોતાના વાંછિત અર્થને કહેતા ભાટ ચારણોને તે સુભટે ઈચ્છિત દાન આપી પ્રસન્ન કરતા હતા. આ પ્રમાણે ભાટ ચારણેએ આપેલી પૂજ્ય આશીષ અને શુભ શકુન વિગેરેવડે દ્ધાઓ બમણું ઉત્સાહ અને શક્તિવાળા થઈ યુદ્ધ કરવા ઉત્કંઠિત થયા. હવે સ્ત્રીરૂપધારી કુમારરાજના સૈન્યમાં રણસંગ્રામ નિમિત્તે બખર વિગેરે ધારણ કરીને નીકળેલા મહા કીર્તિવાળા કેટલાક સુભટનું નામ ગ્રહણ કરવા પૂર્વક કર્તા કહે છે કેહું કીર્તન કરૂં છું. રણસંગ્રામના જ એકરસીયા વજગ સેનાપતિ વિગેરે હજારે વિરે બપ્પર ધારણ કરી સિંહ જોડેલા રથમાં બેઠા, ઘણુ બળવડે ગર્વિષ્ઠ થયેલા ચંદ્રોદય વિગેરે ખેચરે હર્ષવડે યુદ્ધને માટે બશ્વર ધારણ કરી વાઘ જોડેલા રથમાં બેઠા, શત્રુના સુભટને તૃણ સમાન ગણતા પવનવેગ વિગેરે વિદ્યાધરે હાથીથી જોડેલા રથવડે યુદ્ધના કાર્ય માટે શીધ્રપણે તૈયાર થયા, ભેગરતિ વિગેરે ખેચર રાજાઓ શસ્ત્રોથી ભરેલા ઘડા જોડેલા રથમાં બેસી યુદ્ધ કરવા ઉત્સુક થયા, મહા અભિમાની ચંદ્રગતિ વિગેરે વિદ્યાધર રાજાઓ રણસંગ્રામમાં - 55 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust