________________ તેરમો સગે. (431) તેવા શોભતા હતા. કેટલાક અરોચકી રાજાઓ પોતાની રક્ષા કરતાં વાહનની રક્ષાને અધિક ઈચ્છતા હોવાથી પોતાની જાતે જ હસ્તીઓને તથા અશ્વોને બખ્તર પહેરાવતા હતા. બખ્તર પહેરાવતી વખતે મેટા ગજરવ કરતા હાથીઓને અને હેકારવ કરતા અને શકુનરૂપ માનતા કેટલાક સુભટે તેમની પૂજા કરતા હતા. - વિલાસ કરવાને આવતી લક્ષ્મીના જાણે કીડાગ્રહ હોય એવા રથોને પણ સુભટ ચવડે અને બખ્તરવડે દઢ કરતા હતા. કેટલાકે સારથીઓને પિતાથી અધિક મજબુત બખ્તરો આપ્યાં. કેમકે રથીઓના યુદ્ધમાં તે સારથીઓજ જયના સાક્ષીરૂપ હોય છે. જેણે મસ્તકપર ટોપ પહેર્યા હતા અને શરીર પર બખ્તર ધારણ કર્યા હતા એવા સુભટ જાણે કે યમરાજાએ પોતાના વીરે મોકલ્યા હોય તેવા શોભતા હતા. વીરના બખ્તરે તેમના શરીર પ્રમાણે બનાવવામાં આવ્યાં હતાં, તોપણ કેટલાકનાં શરીર યુદ્ધના ઉત્સાહથી કુલી ગયાં હતાં, તેથી તેમના શરીરે બખ્તરને વિષે સમાયા નહીંશરીરપર બખ્તર ચડી શકયાં નહીં. કેટલાક શ્રેષ્ઠ વીરે યુદ્ધના ઉત્સાહથી શીધ્રપણે બખ્તર પહેરી તૈયાર થયા અને પછી મિત્રોની રાહ જોવાના હેતુથી તે આવે ત્યાંસુધી શસ્ત્રોવડે કસરત કરવા લાગ્યા. કેટલાએક મોટા શરીરવાળા સિંહને અને સપને બખ્તર પહેરાવવા લાગ્યા. કેમકે તેમ કરવાથી તેઓ “પાખરેલો સિંહ અને પાંખવાળે સર્પ " એ કહેવતને સત્ય કરી બતાવતા હતા. એજ રીતે શ્રેષ્ઠ વિદ્યાધરેએ શાલ, ભુંડ અને રીંછ વિગેરે બીજા વાહનોને પણ ઉચિતતા પ્રમાણે બખ્તર પહેરાવ્યા, તેમજ સર્વે દ્ધાઓએ દૂરથી પોતાને જણાવવા માટે પોતપોતાનાં વાહનોમાં વિચિત્ર ચિન્હવાળા વજસ્ત ઉભા કરીને દંઢ રીતે બાંધી લીધા, કેમકે મહા સુભટે પિતાની નિશાનીથી પ્રગટપણે જ રહે છે. તે વખતે વીર સુભટોએ અનેક પ્રકારનાં શસ્ત્રોવડે પોતાના રથને ભરી દીધાકેમકે યુદ્ધમાં જનારા સુભટને તે તેજ અખૂટ ભાતું છે. કેટલાક વીરોએ શસ્ત્રોવડે ભરેલા રથ, પાડા અને ખર્ચ 1 બીજાનું કામ પસંદ નહીં કરનારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust