________________ (430) જયાનંદ કેવળી ચરિત્ર. નાદ કરવા લાગી, આકાશ જાણે ફૂટી જતું હોય અને પૃથ્વી જાણે ચોતરફથી પડી જતી હોય એવો ભયંકર દેખાવ થઈ રહ્યો. સિંહ અને શરભ વિગેરે ક્રૂર શ્વાપદે પણ ભય પામીને શીધ્રપણે ગુફા ઓમાં પેસી ગયા અને મેટા સર્પો પાતાળમાં પેસી ગયા. વનના પાડાઓ ત્રાસ પામીને ચોતરફથી વનના વૃક્ષેને ભાંગવા લાગ્યા, અને વ્યંતર વિગેરે દેવ રણસંગ્રામ જેવાની ઈચ્છાવડે દૂર દૂરથી આવવા લાગ્યા. બંને સૈન્યમાંથી ઉછળતા નાદવડે સુભટનાં શરીરે વૃદ્ધિ પામતા ઉત્સાહથી રોમાંચિત થયા અને યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. મોટા પર્વત પર પાંખની જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલા હાથીઓ ઉપર વીર પુરૂષ શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહવાળી શારિને બાંધવા લાગ્યા. હાથીઓના દાંત ઉપર ધારવાળા ખો બાંધવા લાગ્યા, કેટલાક હાથીઓના તે દાંતનેજ લઢાવડે મઢયા, તેથી તે દાંતેજ શસ્રરૂપ થયા. દેદીપ્યમાન વજના બખતરથી મઢેલી હાથીઓની સંઢમાં મુદગર, કુંત અને ભાલા વિગેરે શસ્ત્રો ભરા વ્યા. હાથીઓની બન્ને બાજુએ લોઢાના પાંજરા બાંધ્યા, અને તેમાં વટવૃક્ષની શાખા ઉપર સપની જેમ ધનુષ્યધારી વીરે ઉભા રહ્યા. બખતર ધારણ કરીને હાથીઓની પીઠપર વીર મહાવતે બેઠા હતા, તેથી તે હાથીએ જેના શિખર પર ગરૂડ બેઠેલા હોય એવા પાંખોવાળા પર્વતની શોભાને ધારણ કરતા હતા. હાથીઓની બંને બાજુએ બાંધેલી ઘંટાઓ રણરણ શબ્દ કરતી હતી અને તેમના પગમાં પહેરાવેલા નૂ પુરે (ઝાંઝર) પણ મધુર શબ્દ કરતા હતા. આ રીતે વીર પુરૂષોએ વજમણિથી જડિત એવા બખ્તરવડે હાથીઓને બખ્તરવાળા ક્ય-સજર્યો. એજ રીતે બખ્તર પહેરાવી તૈયાર કરેલા, શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહને ધારણ કરતા અને જેમના પર સ્વારો બેઠા હતા એવા અશ્વો પણ વિગચ્છ સહિત ગરૂડની શોભાને ધારણ કરતા હતા. ચપળતાવાળા, ઉછળતા અને બખ્તર પહેરાવેલા અને જાણે કમલિનીનાં પાંદડાં અને સેવાળવડે યુક્ત એવા સમુદ્રના તરંગો હોય 1 હાથીનું બખ્તર-ઝુલ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust