________________ (428). જયાનંદ કેવળી ચરિત્ર - ત્યારપછી સિંહ ૧,સિહગતિ , સિંહવિક્રમ 3, સિંહવાહન 4, સિંહવીર 5, મહાસંહ 6, સિંહાસ્ત્ર 7, સિંહકેસરી 8, સિંહકેતુ 9, સિંહમાલી 10, નૃસિંહ 11, સિંહ કેતન 12 અને સિંહસેન 13 વિગેરે રાજાએ સિંહપર આરૂઢ થઈ લડાઈ કરવા ચાલ્યા. ' * વ્યાધ્રમાલી 1, મહાવ્યાધ્ર 2, વ્યાધ્રાસ્ત્ર 3, વ્યાધ્રવિક્રમ 4, અને વ્યાવ્રસેન 5 વિગેરે ખેચર યોદ્ધાઓ વ્યાઘપર આરૂઢ થઈને શીધ્રપણે ચાલ્યા. શાર્દુલ ૧,શાર્દૂલાસ્ત્ર 2, શાલાનંદ 3, શાર્દૂલકેતન 4, અને શાર્દૂલવિકમ 5 વિગેરે સુભટે શાર્દૂલ (શિયાળ) પર આરૂઢ થઈને ચાલ્યા. તે જ પ્રમાણે કેટલાક વરાહ (ભુંડ) ના વાહનવાળા, કેટલાક સના વાહનવાળા, કેટલાક પાડાના વાહનવાળા અને કેટલાક શરભ (અષ્ટાપદ મૃગ) ના વાહનવાળા એમ વિવિધ પ્રકારના વાહને વડે વિચિત્ર પ્રકારના શસ્ત્ર અને ધ્વજને ધારણ કરતા કરડે વિદ્યાધર સુભટો તથા પતિઓ રણસંગ્રામમાં ઉત્સુક થઈ ઉતાવળા ચાલ્યા. આ રીતે કરોડે વિદ્યાધરવડે પરવરેલો ખેચરેશ્વર ચકાયુધ ગર્વને આવેશથી થયેલા અપશકુનને પણ નહીં ગણતે સૈન્યના કેળાહળવડે તથા વાજિત્રેના નાદવડે દિશાઓને ગજાવતો મનુષ્યને વિષે ચક્રવતી સમાન બનેલો શત્રુ તરફ ચાલે. એ રીતે ઉત્સાહથી શીધ્રપણે નગર બહાર નીકળી સાયંકાળ થતાં પિતાના નગરના સીમાડાઉપર કુમારના સૈન્યની નજીકમાં નીતિ જાણવામાં નિપુણ એવા તે ચક્રાયુધે પડાવ નાંખે. આ પ્રમાણે સૈન્ય સહિત ખેચર ચકીચકાયુધને આવ્યો જાણું શ્રી જ્યાનંદના સૈન્યમાં પણ ખેચરે એકઠા થયા. ચકાયુધના સૈન્યમાં એક હજાર અહિણી સેના મળી હતી અને કુમારના સૈન્યમાં એક સો અક્ષોહિણુ સેના મળી હતી. એક અક્ષોહિણી સેનામાં 21870 હાથી, 21870 રથ, 65610 અ અને 10450 પત્તિઓ હોય છે. સૈન્યના કળકળ શબ્દથી સૂર્યના રથના અશ્વો પણ ત્રાસ પામ્યા, તેથી તે સૂર્ય આકાશમાર્ગને ત્યાગ કરી પશ્ચિમ સમુદ્રમાં પડ્યો. નારીનું રૂપ ધારણ કરનાર કુમારે પિતાના ખેચરરાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust