________________ (46) જયાનંદ કેવળા ચરિત્ર. તમને જ સેવીશ.”કેઈ સ્ત્રી બેલી કે–“હે પ્રિય! અત્યારસુધી તે મને સપની (શાક) રહિત જ ભેગ મળ્યા છે, પણ હવે તે જયલક્ષ્મી વડે અથવા અપ્સરાઓ વડે હું સપત્ની સહિત થઈશ.” કઈક સ્ત્રી બોલી કે હે પ્રિય ! મારા સ્નેહને લીધે તમે રણસંગ્રામમાં પ્રમાદી થશે નહીં, કેમકે તમારે જય થશે કે પ્રાણને ક્ષય થશે, તો પણ હું તે તમારી પાસે જ છું.” કોઈ સુભટે પિતાની પ્રિયાને કહ્યું કે “હું જાઉં છું.” ત્યારે તે બોલી કે–“હે સ્વામી! અસત્ય કેમ બેલે ? તમે તો મારા હૃદયમાંથી કઈ વખત ગયા નથી અને જવાના પણ નથી.” કઈ કી બેલી કે “હે ઈશ ! તમે અપ્સરાઓને ભજશો નહીં, કેમકે તેઓ કાંઈ મારાથી અધિક નથી, પરંતુ એક જલક્ષમી જ મારાથી અધિક છે અને વિશ્વમાં સ્તુતિ કરવા લાયક છે, તેથી મારી સાથે તેણુને જ સેવજે.” કોઈ સ્ત્રી બેલી કે “હે નાથ! શું તમને કીર્તિ કે અપ્સરાએ મારાથી અધિક વહાલી નથી? છે જ; કેમકે તમે તેનાજ અથી હોવાથી મારો ત્યાગ કરીને રણસંગ્રામમાં જાઓ છો.” પતિવડે આલિંગન કરાયેલી કે સ્ત્રી બોલી કે “હમણાં તે તમે નેહ બતાવે છે, પરંતુ જયલક્ષ્મીને કે અપ્સરાઓને વરે ત્યારે મને ઓળખ-સ્નેહ બતાવજે. તે વખતે મને ભૂલી જશે નહીં.” વળી કોઈ સ્ત્રી બોલી કે –“હે પ્રિય! હાથીના કુંભસ્થળથી નીકગેલા મોતીના સમૂડને લેતા આવજે, કે જેથી તે મોતીવડે તમારા જયને નિમિત્તે હું સાથિયા પૂરી શકું.” આ રીતે બોલતી પ્રિયાએને કોઈ પણ પ્રકારે સ્વસ્થ કરીને તે વીર પુરૂષ યશને જ આગળ કરી મોટા ઉત્સાહથી નીકળી પડ્યા. - હવે શત્રુરૂપી વૃક્ષોને બાળવામાં દાવાનળ સમાન ચંડવેગ નામને સેનાપતિ કરડે સુભટે સહિત સિંહ જોડેલા રથમાં બેસીને નીકળ્યો. તેની પાછળ વજકંઠ 1, તડિગ ર, ભાનુકેતુ 3, મહાભુજ 4, નરવીર 5, કળાચંદ્ર૬, કેશલ 7, પવન 8, અંગદ 9, હરિવીર 10, મહાકીર્તિ 11, સુયશ ૧ર, નંદન 13, પૃથુ 14, બલવીર 15, કૃતાંત 16, ધૂમકેતુ 17, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust