________________ તેરમે સર્ગ. ' , (૪રપ ) અશનિ 23, મહાબાહ 24, મહાવીય 25, ચંદ્રાભ ર૬, અને ચંદ્રકેતન 27 વિગેરે નામવાળા અને જગતમાં અદભુત પરાક્રમવાળા તેના બાર હજાર કુમાર હતા. તેઓ પણ વિવિધ પ્રકારનાં શસ્ત્રોને ધારણ કરી હાથી, અશ્વ, રથ, સિંહ, ભૂંડ, સર્પ અને મૃગ વિગેરે મોટા અને વિચિત્ર વાહનપર આરૂઢ થઈ યુદ્ધમાં આવવાને તૈયાર થયા. શીધ્રપણે અંધકારનો વિનાશ કરવામાં સમર્થ એવા અને તેજસ્વી તે સર્વ કુમારે સૂર્યની ફરતા કિરણની જેમ તે ચક્રીને ચોતરફથી વીંટાઈ વળ્યા. પછી પ્રલયકાળના મેઘની ગર્જનાને તિરસ્કાર કરવામાં ધુરંધર ઘણા વાજિંત્રેના શબ્દો એકીસાથે આકાશમાં પ્રસરી ગયા. તે નગરના રહેવાસી તથા બીજા નગરમાંથી આવેલા સર્વે સુભટો “પહેલો, હું પહેલો” એમ કહેતા યુદ્ધને માટે નીકળ્યા. અનેક સુભટોની માતાઓ અને પ્રિયાઓ તેમને જય થવાને માટે દેવોની ઘણા પ્રકારની માનતાઓ માનવા લાગી. વીરેની જ્યલમીને માટે સ્નેહવાળી તેમની માતાઓ, પ્રિયાઓ અને બહેનો વિચિત્ર પ્રકારનાં મંગળ કરવા લાગી. માતાઓ રવીના કપાળમાં જાણે ભાગ્યલક્ષમીની રેખા હોય અથવા જાણે જયલમીની ગાદી હોય એવા માંગળિક તિલક કરવા લાગી. માંગળિક આચાર કરીને યુદ્ધમાં જવા તૈયાર થયેલા પોતાના પુત્રના પગને હર્ષના અધૂવડે સ્નાન કરાવતી કોઈ માતાએ કહ્યું કે“હે પુત્ર! હું વીરની પુત્રી છું, વીરની પત્ની છું, અને વીરની બહેન પણ છું, તે હવે તું એવું યુદ્ધ કરજે કે જેથી હું વરની માતા પણ કહેવાઉં.” કઈ સ્ત્રી બોલી કે–“હું વરની પુત્રી, પત્ની, પુત્રવધૂ અને માતા પણ છું, તો હે ભાઈ ! હવે હું વીરની બહેન પણ થાઉં તો બહુ સારું.” યુદ્ધમાં જતા કોઈ ભરથારે પોતાની પ્રિયાને આલિંગન કર્યું, ત્યારે તે બોલી કે –“હે સ્વામી !. તમે મને હમેશાં કહેતા હતા કે “તું મને પ્રાણથી પણ વધારે વહાલી છે.” આ તમારૂં વચન સત્ય જ થશે, કેમકે જે તમે યુદ્ધમાં પ્રાણને ત્યાગ કરશે તે હું અગ્નિમાર્ગે શીધ્રપણે સ્વર્ગમાં આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust