________________ (44) જયાનંદ કેવળી ચરિત્ર. –“હે સ્વામી! જે તમારે આવો જ નિશ્ચય હોય તે તમે તમારા સર્વ ખેચરરાજાઓને સૈન્ય સહિત બેલાવો; કેમકે તેજસ્વી પણ સહાય રહિત હોય તો તે શત્રુથી પરાભવ પામે છે. જેમકે સૂર્ય એકલે જ (સહાય રહિત) આકાશમાં ભમે છે, તે તે રાહુથી પ્રસાય છે, અથવા તે પૂર્ણિમાને વિષે ચંદ્ર અલ્પ પરિવારવાળો હેવાથી રાહુવડે પ્રસાય છે, અને બીજ વિગેરે તિથિઓમાં તે ઘણું પરિવારવાળા હોય છે, તેથી તે પ્રસાતા નથી.આ પ્રમાણેનાં મંત્રીઓના વચને સાંભળી એકને વક્ર કરી ભુજા અને વિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલો રાજા જે કે અન્યની સહાય વિના જ જય મેળવવાને અથી હતો, પણ તે મંત્રીઓ માનવા લાયક હોવાથી તેણે તેમનું વચન માન્ય કર્યું, અને શત્રુઓને કહેવરાવ્યું કે“સંગ્રામની સામગ્રી તૈયાર કરીને હું આજથી ત્રીજે દિવસે યુદ્ધ કરવા આવીશ, ત્યાં સુધી તમારે સજજ રહીને રાહ જોવી.” ત્યારપછી તે ચક્રીએ એકીસાથે ચોતરફ તો મેલીને બન્ને શ્રેણિમાં રહેલા રાજાઓને પોતપોતાના સૈન્ય સહિત બોલાવ્યા, એટલે સ્વામીના કાર્યમાં તત્પર એવા તેઓ શીધ્રપણે ત્યાં આવ્યા. પછી ખેચરરાજાને પ્રણામ કરી, તેની શિક્ષાને અંગીકાર કરી તથા તેને સત્કાર પામી તેઓ સૈન્ય સહિત હર્ષવડે રણસંગ્રામ માટે તૈયાર થયા. હવે સંકેત (મુકરર) કરેલા દિવસે યુદ્ધ કરવાને ઉત્સુક થચેલા બેચરેદ્ર પ્રાત:કાળે શુભ અવસરે દેવપૂજા અને ભોજન વિગેરે કર્યું. ત્યારપછી મંગળ આચાર કરી તે વિદ્યાધર ચક્રવતી યુદ્ધને લાયક સર્વ સામગ્રી સહિત ઉન્મત્ત હાથી પર આરૂઢ થયે. મસ્તકપર છત્ર ધારણ કરી ચામરોથી વીંઝાતે તે રાજમહેલમાંથી બહાર નીકળે. તેની પાછળ વિવિધ શસ્ત્રોથી ભરેલા તૈયાર રાખેલા રથ ચાલ્યા. તેમજ ચકવેગ 1, મહાગ 2, વીરાંગદ 3, મહાબળ 4, સુષેણપ, સુમુખ 6, નંદ 7, ધરસેન 8, દઢાયુધ, ચંદ્રસેન 10, મહાસેન 11, વજનન 12, મહાયુધ 13, સુધીર 14, ભાનુ 15, ભૂવાર 16, શૂરવીર 17, રવિપ્રભ 18, વજાક્ષ 19, વજમાલી 20, સિહ 21, ચંદ્રમુખ 22, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust