________________ જમાનંદ કેવળી ચરિત્ર. જોઈ આશ્ચર્ય પામ્યો, અને તેથી કરીને તેમને ઇનામ તરીકે વસ્ત્ર અને અલંકાર આપવામાં મંદ થયે. (શું આપવું તે તેને સૂઝયું નહીં.) પછી રાજાએ તેમને બહુમાનથી ગરાસ, દાસી વિગેરે સામગ્રી આપીને એક મહેલમાં રહેવા મકલી, અને નાટ્ય શીખવવા માટે પોતાની પુત્રી તેને સેંપી. ત્યાં પરિવાર સહિત રહેતી વાસુંદરી પિતાની જેવા રૂપવાળી ચકસુંદરીને નાટ્ય શીખવવા લાગી. વિનયવાળી, સિભાગ્યવાળી, સર્વ ગુણવાળી, મધુર ભાષણ કરનારી, વજસુંદરી ઉપર પ્રીતિને ધારણ કરનારી અને બુદ્ધિવડે સરસ્વતીને તિરસ્કાર કરનારી તે ચકસુંદરી તેની પાસે શીખવા લાગી. તેમાં ગાવાને પ્રસંગે માયાવી સ્ત્રીઓ ગિનીઓએ રચેલું શ્રી જયાનંદ કુમારરાજનું ચરિત્ર ગીતમાં ગાતી હતી. પ્રિઢ અને ઉજવળ વૃત્તાંત વાળું તે ગીત સાંભળી તે કન્યા તે કુમારપર પ્રીતિવાળી થઈ, તેથી તેણુએ એકદા તે સખીઓને પૂછયું કે–“હે સખીઓ! જેનું તમે નિરંતર ગીત ગાઓ છે તે શ્રીજયાનંદ કુમાર કોણ છે અને ક્યાં છે? આવો કુમાર તો ચક્રવતી અથવા ચક્રવતી જેવોજ સંભવે છે. બીજામાં તેવા ગુણો હોવા સંભવતા નથી.” તે સાંભળી તે માયાસ્ત્રીઓ બેલી કે—“કીડાપર્વત પર ગાયન કરતી યોગિનીઓના સમૂહ પાસેથી સાંભળીને આ ગીત અમે શીખ્યા છીએ. તે કુમારને અમે સારી રીતે તે ઓળખતી નથી, પરંતુ ગુણોવડે આ વજસુંદરીના ભર્તાર તે સંભવે છે. કેમકે જ્ઞાનીએ આ ભરતક્ષેત્રમાં વર્તમાનકાળે તેને જ સર્વોત્તમ પુરૂષ કહ્યો છે.” તે સાંભળી તેની કળા, પ્રકૃતિ અને સજજનતા વિગેરે ગુણોથી અત્યંત રંજીત થયેલી તે કન્યા માયાવી વજાસુંદરીને ભગિનીપણે માની તેની સાથે જ રહેવાનું ઈચ્છવા લાગી. તેમજ તે વિચારવા લાગી કે–“મારાં એવાં ભાગ્ય કયાંથી હોય કે જેથી મારે આવા ગુણવાળે પતિ થાય અને આવી બહેનને નિરંતર સમાગમ રહે? પરંતુ વાસુંદરીનું હઠથી પાણિગ્રહણ કરવાને લીધે તે કુમારપર મારા પિતા તે દ્વેષ રાખે છે, તેથી તે મને શી રીતે તેને આપે? માટે હું ધારું છું કે મારાં અભાગ્ય જ છે.” આ રીતે નિરંતર ચિંતા કરતી તેણીને જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust