________________ (414) 'જયાનંદ કેવળ ચરિત્ર. જાય. આ પ્રમાણે કરવાથી તેમને રાજ્ય, જીવિત અને સુખ પ્રાપ્ત થયેલું રહેશે, અન્યથા નહીં રહે. હવે તું કંઈપણ અધિક બોલીશ નહીં, કેમકે આજ્ઞારૂપી જ ધનવાળે હું આજ્ઞાભંગને સહન કરી શકીશ નહીં.” આ પ્રમાણેની તેની વાણી સાંભળીને તે પંડિત અને પ્રધાને બીજી કોઈ ગતિ નહીં હોવાથી તેનું વચન અંગીકાર કરીને પિતાના પુરમાં પાછા ગયા અને તેઓએ પવનવેગને અને જયાનંદ રાજાને ચકાયુધને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી પવનવેગ, જયાનંદ રાજા અને મંત્રીઓ એકાંતમાં બેસીને આ કાર્ય સંબંધી વિચાર કરવા લાગ્યા. તે વખતે જયાનંદ રાજાએ કહ્યું કે –“ચકાયુધે કહેલું સર્વ અંગીકાર કરે, કેટલાક કાળ સુધી વજસુંદરીને અહીંજ ગુપ્ત રાખે, હું વજસુંદરીનું રૂપ ધારણ કરીને કેટલીક સ્ત્રીઓના પરિવાર સહિત ચકાયુધ પાસે જઈ તેની કન્યાને ભણાવીશ; તથા બીજું પણ જે કાંઈ ઉચિત કરવા લાયક હશે તે સર્વ હું યોગ્ય રીતે કરીશ. છેવટ હું તમને અહીં જ આવીને મળીશ. તમારે કેઈએ મારી કાંઈ પણ ચિંતા કરવી નહીં.” આ પ્રમાણે નિર્ણય કરીને તેઓ સર્વે પિતાપિતાને સ્થાને જવા લાગ્યા, તેટલામાં તે ખેચરચકવર્તના પ્રધાન પુરૂષ ત્યાં આવ્યા. તેમને પવનવેગે ઉચિત ભક્તિવડે પ્રસન્ન કર્યા. ત્યારે તેઓએ પવનવેગને કહ્યું કે “ચક્રધર તમને આજ્ઞા કરે છે કે જે મેં આજ્ઞા આપી છે તે સર્વ જે તમે અંગીકાર કરતા હે તે મારી કન્યાને નાટ્ય શીખવવા માટે વાસુંદરીને મેકલે, નહીં તો હું ત્યાં આવ્યા જ છું એમ સમજી યુદ્ધને માટે તત્કાળ તૈયાર થજો, અથવા રાજ્યને ત્યાગ કરીને તમે સવે ચાલ્યા જજે, એ સિવાય બીજી કોઈ તમારી ગતિ નથી.” તે સાંભળી પવનવેગે તેમને કહ્યું કે –“સ્વામીની આજ્ઞા કે ન માને ? માટે યોગ્ય સામગ્રી તૈયાર કરીને તમારી સાથે જ હું વજસુંદરીને મોકલીશ. તેથી આજે તમે અહીં રોકાઓ.” એમ કહી તેમને આનંદ પમાડી તેમને માટે ભેજના દિકની સામગ્રીનો બંદોબસ્ત કરી તેમને ઉતારે મોકલ્યા. હવે રાત્રીએ જયાનંદ રાજાએ પરીક્ષાપૂર્વક શસ્ત્ર, શાસ્ત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust