________________ | તેરમો સર્ગ. (13) કરવામાં મેઘ સમાન છે અને રાજાઓના પણ રાજા છે. કલંક રહિત ચંદ્રની કાંતિ જેવી ઉજ્વળ તમારી જે કીર્તિને મેરૂ પર્વતના વનમાં વિદ્યાધર, કિન્નર, સુર અને અસુરના યુગલે નિરંતર ગાયા કરે છે, તે કીર્તિને એક સ્ત્રીને માટે કેમ મલિન કરો છે ? આ જગતમાં લાવણ્યવડે અદ્દભુત રૂપવાળી કરોડો ઉંચ કુળની કન્યાઓ છે, તેમને પરણું ઈચ્છા પ્રમાણે ક્રીડા કરે, અને કીર્તિને હણનારી પરનારીને ત્યાગ કરો. હે પૃથ્વીના ઇંદ્ર ! તમે શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયા છે, અને દેવ, ગુરૂ તથા ધર્મનું સત્ય તત્ત્વ તમે જાણેલું છે, તે કુળને કલંક લગાડનાર બીજાએ પરણેલી સ્ત્રીને અભિલાષકરતાં તમને શું લજજા આવતી નથી ? હે ભુવનવીર ! લક્ષ્મી, જ્ઞાન, ધર્મ, ધૃતિ અને કીર્તિ વિગેરેનો નાશ કરનાર કામદેવને ધિકાર છે કે જે કામદેવના વશથી તમારી જેવાની બુદ્ધિ પણ આ પ્રમાણે કુમાર્ગમાં પગલું ભરવા ધારે છે. તે બુદ્ધિમાન રાજા ! પિતાના સેવક રાજા ઉપર પ્રસન્નતા લાવીને મનહર એવી બુદ્ધિને તમે ધારણ કરે અને હે ભકતવત્સલ ! અમુક કારણથી થયેલા એમના આ અપરાધને સહન કરો.” આ પ્રમાણેના સદુપદેશવાળા તેના મધુર વચનના સમૂહવડે તે ખેચરચકીને કપાગ્નિ કાંઈક શાંત થયે, તેથી તે બે કે– આવી મધ્ય વયમાં હું કામના વશવતીપણાને લીધે તે સ્ત્રીને માગું છું એમ નથી, પરંતુ હું આજ્ઞાને ભંગ સહન કરી શકતો નથી. આજ્ઞાભંગ એ સ્વામીને શસ્ત્ર વિનાને વધ કહેલો છે. તે હવે રાજ્ય અને જીવિતની ઈચ્છાથી પવનવેગે તથા જીવવાને ઈચ્છનાર તેના જમાઈએ આ પ્રમાણેની મારી આજ્ઞા પાળવી, તે એ કે–આ પવનવેગ પોતાની પુત્રીના બંને હાથમાં “આ ચકાયુધની દાસી છે.” એવા અક્ષરના ચિન્હવાળા કંકણ નિરંતર પહેરાવે, અને તેને જમાઈ “આ ચકાયુધની દાસીને પતિ છે” એવા અક્ષરેએ અંકિત મારા આપેલા મુગટને નિરંતર મસ્તકપર ધારણ કરે, તથા તે વજસુંદરી અહીં આવી મારી ચક્રસુંદરી નામની પુત્રીને નાટ્ય કળા શીખવે. પછી મારા આપેલા કંકણ પહેરીને તે અહીંથી પાછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust