________________ (420) સ્ત્રીઓના હાર તુટી તુટીને મોતીના ઢગલા થવા લાગ્યા. આ પ્રમાણે વ્યાકુળ થયેલું નગર જોઈ કેટલાક બેલ્યા કે–“અહા ! આવા આપણા નગરને સ્ત્રીઓ પણ ક્ષોભ પમાડે છે તે આશ્ચર્ય છે.” ત્યારે બીજા બેલ્યા કે—“આ સ્ત્રીઓ નથી, પણ સ્ત્રીરૂપધારી કઈ મહા સુભ જણાય છે. કેટલાક બેલ્યા કે –“આ તે સ્વર્ગને સ્વામી ઈદ્ર કે કઈ લેકપાળ શત્રુરૂપ થઈ સૈન્ય સહિત આવ્યા જણાય છે, કેમકે આ ચકાયુધ સાથે બીજે કોઈ યુદ્ધ કરી શકે તેવો નથી. વળી કેટલાક બોલ્યા કે–“આ મુગ્ધ જને શા માટે ફેગટ ભય પામે છે? કેમકે આપણા ચકી રાજા પાસે બીજા સુભ, શત્રુઓ કે સિન્થ શું હિસાબમાં છે?” - આ પ્રમાણે શત્રુના સૈન્યના આવવાથી પિતાના નગરને ક્ષોભ થતે જાણી શકાયુધ ક્રોધ પામીને બોલ્યો કે–“ અરે ! કેણુ આ મરવાની ઈચ્છાવાળા આવ્યા છે?” ત્યારે ચરપુરૂષોએ પવનવેગ વિગેરે સર્વ ખેચર રાજાઓનાં નામ આપીને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ચકી બે કે– અહે ! હું પણ મારા નગરને ક્ષેભ જોઈ રહું એ આશ્ચર્યકારક છે. અહ! એક રંડાએ પણ મારું સિન્ય ભાંગ્યું, અને મારા પુરને ભયભીત કર્યું, તથા શત્રુઓએ સીમાનું ઉલ્લંઘન કર્યું. આ સર્વ થતાં તે મારૂં જીવિત હાંસીના સ્થાનરૂપ થયું. અથવા તે ચિરકાળે મારા ભુજદંડની ખરજ જશે, તેથી આ તે ઉત્સવને અવસર આવ્યો છે, અથવા આ શત્રુરૂપી ઈધણ વડે મારા પ્રતાપરૂપી અગ્નિ દેદીપ્યમાન થાઓ; પરંતુ જે અધમ સુભટે સ્ત્રીઓને આગળ કરીને યુદ્ધ કરવાના છે, તેમનાથી મારું યુદ્ધનું કેતુક શી રીતે પૂર્ણ કરી શકાશે? તે પણ પોતાના આત્માને નહીં જાણનારા તેઓ મારી પ્રજાને અત્યંત ભય પમાડે છે, તેથી કાગડા જેવા તેઓને હું ત્રાસ પમાડી મારી કન્યાને પાછી લાવું.” * આ પ્રમાણે વિચાર કરી ચકાયુધ રાજાએ સૈન્ય તૈયાર કરવા માટે રણભેરી વગડાવી, એટલે તેના નાદવડે સર્વ સુભટે રણસંગ્રામને ૧રીએ. P.P. Ac. Gunratnasuri M.S.