________________ તેરમો સર્ગ. ' (421) માટે તૈયાર થયા. પછી તે ચકાયુધ રાજા પૂવાચળ ઉપર સૂર્યની જેમ પિતાના મદોન્મત્ત હસ્તીપર ચઢવાને ઉભે થયો, તે વખતે તેના મસ્તકપરથી મુકુટ પડી ગયો, જાણે ભય પામ્યો હોય તેમ તે હાથીને એકી વખતે ઝાડે પેશાબ થઈ ગયા, સામે છીંક થઈ, ચાલતાં વસ્ત્રથી પગની સ્કૂલના થઇ, ચામર ધારણ કરનારીના હાથમાંથી ચામર પડી ગયા, અને કારણ વિના છત્રનો દંડ પડતા પડતા કંપવા લાગ્યું. આવાં અપશકુને જોઈ મંત્રીઓએ તે ખેચરરાજને વિજ્ઞપ્તિ કરી કે–“હે વામી ! આવાં અપશુકનો થવાથી તમારે યુદ્ધ માટે યાત્રા કરવી એગ્ય નથી, માટે અમારી વિનંતિ ધ્યાનમાં લે, અને એકવાર આસન પર બેસો.” તે સાંભળી ખેચરરાજાએ તે પ્રમાણે કર્યું. “હિતવચનને કોણ ન માને?” પછી મંત્રીઓ બોલ્યા કે–“હે સ્વામી! વીરોના સમૂહથી યુક્ત એવું તમારું સૈન્ય અત્યાર સુધી પૂર્વે કઈ પણ ઠેકાણે પાછું હઠયું નથી, તે સન્ય જેણે એક કીડામાત્રમાં ભાંગી નાંખ્યું, તે સ્ત્રીજાતિ શી રીતે હોઈ શકે? તથા તે બીજી સ્ત્રીઓને પણ શી રીતે હિંમત આપી શકે? તેમ જ સ્ત્રીના પરિવારમાં પણ સ્ત્રીઓ જ સુભટના જેવી હોય, તે પણ કેમ સંભવે? વળી પિતાને જ સુભટ તરીકે માનવાવાળા તે પવનવેગ વિગેરે તથા ભેગરતિ વિગેરે મોટા રાજાઓ એક સ્ત્રીને અનુસરે એ પણ કેમ સંભવે ? તેથી દેવીઓએ જેના ગુણ ગાયા છે એ આ વજસુંદરીનો ભર્તાર તમારી પરાભવની વાણીથી ક્રોધ પામેલ શ્રી જયાનંદ કુમાર જ સંભવે છે. “તમે સ્ત્રીથી જીતાયા ”એવી પ્રસિદ્ધિવડે તમને દુર્યશ અપાવવાની ઈચ્છાવાળા તેણે પરિવાર સહિત વિદ્યાવડે સ્ત્રીના શરીરવાળી આકૃતિ ધારણ કરી જણાય છે. આવી રીતે અહીં આવી તે વીરને યોગ્ય એવી ચેષ્ટા કરે છે, કારણ કે જે ક્ષત્રિયપુત્ર હોય, તે આપે કહેવરાવ્યું હતું તેવા પ્રકારનું મુગટ અને કંકણનું બંધન કેમ સહન કરે? આવું વિચાર વિનાનું ગર્વથી કહેલું વચન પણ પરિ. - 1 પ્રયાણ કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust