________________ તેરમે સર્ગ, (411) અહીં આવ્યા છે. તો ચક્રાયુધના ભયથી ગુપ્ત રીતે લગ્ન કરવાની ઈચછાવાળા આ રાજાઓને તેમની કન્યાઓનું પાણિગ્રહણ કરી તમે કૃતાર્થ કરે.” આ પ્રમાણે કહી પવનવેગે તે રાજાઓને પ્રેરણા કરી, એટલે તેઓ પણ બોલ્યા કે—“હે કુમારરાજ ! અમારી કન્યાઓને પરણવા માટે અમારા નગરમાં પધારો. હે વાંછિતને આપનાર ! તમે અમારી આ પ્રાર્થનાને ભંગ ન કરશે.” તે સાંભળી જયાનંદ રાજાએ કહ્યું કે–“જ્યાં સુધી તમને ચક્રાયુધ રાજાને ભય છે, ત્યાં સુધી ગુપ્ત રીતે વિવાહ કરવામાં શો રસ આવે ? માટે થોડા દિવસ રાહ જુઓ.” એમ કહી તે રાજાએ તેમને વિદાય કર્યા ત્યારે તેમને પવનવેગે કાનમાં કહ્યું કે–ચકાયુધની સાથે યુદ્ધનો પ્રસંગ આવે ત્યારે સૈન્ય સહિત અહીં આવજે.” તે સાંભળી “બહુ સારૂં” એમ કહી તેનું વચન અંગીકાર કરી તેઓ હર્ષ પામી ' પિતપોતાના નગરમાં ગયા. ત્યારપછી જયાનંદ રાજા પવનવેગની અનુમતિ લઈ સિદ્ધકૂટ પર્વત પર ગયા, અને ત્યાં શ્રીસિદ્ધની પ્રતિમાની પાસે વજમુખી દેવે અને વિદ્યાધર પવનવેગે આપેલી અને વિદ્યાઓને વિધિથી સાધવાનો પ્રારંભ કર્યો. જે વિદ્યાઓ ઘણે કાળે અને ઘણા કષ્ટવડે સિદ્ધ થઈ શકે તેવી હતી તે બન્ને વિદ્યાઓ તેના ઉત્કટ ભાગ્યથી થોડા દિવસમાં જ સિદ્ધ થઈ ગઈ. ત્યારપછી વિદ્યાધરોના સમૂહથી પરવરેલા સિદ્ધવિદ્યાવાળા તે રાજા પવનવેગના નગરમાં આવ્યા. તે વખતે વિદ્યાધરીઓએ તેમનું માંગળિક કૃત્ય કર્યું. ત્યાં તે રાજા બને પ્રિયા સહિત ઈચ્છા પ્રમાણે સભામાં અથવા મહેલમાં જેમ સુખ ઉપજે તેમ અનેક પ્રકારની ક્રીડા વિગેરે કરી આનંદમાં રહેવા લાગ્યા. એકદા પવનવેગ વિદ્યાધરનો રાજા પોતાની રાજસભામાં બેઠે હતું, તે વખતે ચેડા પરિવારવાળે ચકાયુધ રાજાને દૂત ત્યાં આવ્યો. એટલે તે ખેચર રાજાએ ઉભા થઈને તેને માન આપી સુવર્ણના આસન પર બેસાડ્યો, અને ક્ષેમકુશળના પ્રશ્નાદિવડે તેને આનંદ પમાડી આગમનનું કારણ પૂછ્યું. ત્યારે તે દૂત બેલ્યોકે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust