________________ તેરમે સર્ગ. ) (415) અને કળામાં નિપુણ એવા વીરાંગદ, મહાબાહ, સુષ, અને સુમુખ વિગેરે પાંચસો યુવાન સુભટોને એકઠા કરી તેમને વિદ્યાવડે ઉત્તમ અલંકારાદિક સહિત એક સરખા સ્ત્રીરૂપ બનાવ્યા, અને પોતે શ્રેષ્ઠ અલંકાર સહિત વજસુંદરીનું રૂપ ધારણ કર્યું. તેને ચિંતામણિના પ્રભાવથી અલંકારાદિક કાંઈ દુર્લભ નહોતું. પછી પ્રાત:કાળે પવનવેગે વજસુંદરીને ગુપ્ત કરી પ્રધાન પુરૂષોની સમક્ષ માયાથી થયેલ વજસુંદરીને આજ્ઞા આપી કે –“હે પુત્રી ! તું આ પ્રધાન પુરૂષો સાથે જા અને ત્યાં અમારા સ્વામીની પુત્રીને નાટ્યકળા શીખવીને તેને પ્રસન્ન કરજે.” તે સાંભળી માયાપુત્રીએ કહ્યું કે “પિતાને આદેશ મારે પ્રમાણ છે.” એમ કહી પરિવાર સહિત તે સર્વે વિમાનમાં આરૂઢ થયા. તે વખતે તેઓએ શસ્ત્રોને ગુપ્તપણે પોતાની પાસે રાખ્યા હતા અને નાટ્યની સામગ્રીને પ્રગટપણે રાખી હતી. પછી ચકીના પ્રધાન પુરૂષોનું એક અને એક સ્ત્રીઓનું એમ બે વિમાન આકાશમાર્ગે ચાલ્યા, અને તત્કાળ છેચરચકીના નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. પછી તે સર્વ સ્ત્રીઓને ત્યાં જ રાખી પ્રધાન પુરૂષાએ શીધ્રપણે જઈ ચક્રીને હર્ષથી તેમના આવવાના સમાચાર આપ્યા. ત્યારે તેમને બોલાવી લાવવા માટે આનંદ પામેલા ચકીએ દાસીને સમૂહ મોકલ્યા. તેટલામાં તેમાયાવી સ્ત્રીઓએ પિતાનાં શસ્ત્રો પર્વત પર કોઈ ઠેકાણે સંતાડી દીધાં. પછી દાસીઓના બોલાવવાથી તે સર્વે માયાવી સ્ત્રીઓ રાજાની પાસે આવી અને તે માયાવી વજસુંદરી લજજાવડે નીચું મુખ કરી ઉભી રહી. તેને જોઈ રાજાએ વિચાર્યું કે -" ખરેખર વિધાતાએ અપ્સરાએને ઘડી ઘડીને (બનાવી બનાવીને) જ્યારે અભ્યાસની નિપુણતા થઈ ત્યારે જ પોતાની કળાની સીમારૂપ આ સ્ત્રીને પ્રયત્નપૂર્વક બનાવી જણાય છે. આના રૂપને અનુસાર આને વિષે કળાઓ પણ તેવી ઉત્તમ જ હશે.” એમ વિચારી રાજાએ તેણુને નાટ્ય કરવાની આજ્ઞા આપી. એટલે તેણીએ તે માયાસ્ત્રીઓ સહિત ગીત અને વાજિત્રથી મનોહર એવું અદભુત નાટ્ય કર્યું. તે જોઈ રાજાદિક સર્વે પ્રસન્ન થયા. રાજા તેઓના સમાન અને સર્વોત્તમ નેપચ્ચ અને અલંકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust