________________ (412) જયાનંદ કેવળા ચરિત્ર. “હે રાજા ! ખેચર ચક્રવતી ચકાયુધ રાજા તમને આજ્ઞા કરે છે કે તમારી વજસુંદરી કન્યાને સ્વયંવર તરીકે મારી પાસે મેકલે.” આવું તેનું વચન સાંભળી પવનવેગ ક્ષેભ પાપે, તે પણ સાહસ ધારણ કરીને બોલ્યા કે–“હે દૂત ! જે તેમની આવી ઈચ્છા હતી તો તેમણે મારા પુત્રને છોડાવવામાં આટલો બધો વિલંબ કેમ? હવે તો જયાનંદ રાજા મારા પુત્રને મૂકાવી મારા ઉપકારી થયા છે, તેથી મેં પ્રતિજ્ઞા કરેલી હોવાથી મારી કન્યા તેને આપી છે અને તેની સાથે તે પરણ્યા પણ છે. મેં સ્વામીની પાસે ઘણું વાર વિનંતિ કરી હતી, પણ તેમણે મારા પુત્રને છોડાવે નહીં, તેથી બીજે ઉપાય નહીં હોવાને લીધે તેને મૂકાવનારને મેં મારી કન્યા આપી છે. " તે સાંભળી દૂતે કહ્યું કે–પરણેલી એવી પણ એને પાછા કન્યાને વેષ પહેરાવીને મારી સાથે મોકલો, નહીં તો તે બળવાન સ્વામી જરૂર તમારી ઉપર ક્રોધ પામશે; એટલે પછી તમારી અને તમારા જમાઈની શી ગતિ થશે તે વિચારજો.” તે સાંભળી પવનવેગ વિદ્યાધર બે કે “હે દૂત! મારા પ્રાણનો નાશ થાય તેપણ હું એવું નિંદ્ય કર્મ તો નહીં કરું. એમ કરવાથી મારું વિદ્યાધર કુળ લજજા પામે અને તે તારો સ્વામી પણ લજજા પામે. તેથી આ વૃત્તાંતને સ્વામી પાસે જઈ તું સામ વચનવડે સમજાવજે, હું પણ તેને પ્રસન્ન કરવાની બીજી યુકિત વિચારું છું.” આ પ્રમાણે સાંભળી તે દૂત ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારપછી પવનવેગે પ્રધાનો સાથે વિચાર કરી લેવામાં નિપુણ એવા એક પંડિતને પ્રધાન સહિત ચક્રાયુધના નગરમાં મેકલો. દૂતે જઈને પ્રથમથીજ બધે વૃત્તાંત કહ્યો હતો, તેથી તે વિદ્યાધર ચક્રવતી ક્રોધ પામ્યો હતો, તેવામાં તેઓએ જઈ તેને નમસ્કાર કર્યો. પછી તે પંડિત બોલ્યા કે –“હે પ્રભુ! તમે જય પામે, તમે વિશ્વના સ્વામી છે, કુલીન જનમાં અગ્રેસર છે, ઇંદ્રને પણ જીતે તેવું તમારું બાહવીર્ય છે, તમે સર્વ દુષ્ટ નીતિરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે, નીતિરૂપી લતાના વનને વિકસ્વર 1 પિતાની મેળે વરને વરનારી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust