________________ બારમે સગ. ( 393) કાંઈ પણ વેપાર વિગેરે જાણતા નથી. આ રીતે તેને સરખો ભાગ આપ્યા છતાં આ ચારે ભાઈઓ વૃથા વિવાદ કરે છે.” આ પ્રમાણે તેની કરેલી વ્યવસ્થા સાંભળી તે ભાઈઓ તે વહેંચણું બરાબર જાણીને હર્ષ પામ્યા, એટલે તેઓ રાજાને નમી કોશલની બુદ્ધિની પ્રશંસા કરતા પિતાને ઘેર ગયા. પછી પરસ્પર પ્રીતિ અને બુદ્ધિના નિધાનરૂપ પિતા ઉપર ભક્તિ ધારણ કરતા તેઓ પિતાપિતાને ભાગ ગ્રહણ કરી વ્યાપારાદિ કરવા લાગ્યા. હવે કેશલની બુદ્ધિથી અત્યંત ચમત્કાર પામેલા રાજાએ તેને કહ્યું કે “આ મંત્રીની મુદ્રા ગ્રહણ કરી તું ચારસો નવાણ મંત્રીએને અગ્રેસર થા.” ત્યારે તે બોલ્યો કે–“મંત્રીની મુદ્રા ગ્રહણ નહીં કરું. કેમકે શ્રાવકધર્મ અંગીકાર કરતી વખતે મેં ખરકમ હોવાને લીધે નિગ (અધિકાર) આદિકનું પ્રત્યાખ્યાન કર્યું છે.” તે સાંભળી રાજાએ તેને મુદ્રા આપ્યા વિના પણ સર્વ કાર્યમાં પૂછવા લાયક મુખ્ય મંત્રી કર્યો અને તેને ઘરખર્ચ રાજા આપવા લાગ્યા. આ પ્રમાણે થવાથી કેશલ ઉપર સર્વે મંત્રીઓ ઈર્ષા રાખવા લાગ્યા, અને સાગર મંત્રી વિશેષ ઈર્ષા રાખવા લાગ્યું. “પ્રાય કરીને એક વસ્તુના બે અભિલાષીઓને પરસ્પર ઇષ્ય હોય જ છે.” એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે–“દેવગિરિનગરનો રિપુમદન નામનો રાજા દુખે કરીને દમી શકાય તેવો છે. તે તમારી અવગણના કરે છે તેથી ત્યાં કેશલને મલે કે જેથી તે તેની સાથે સંધિ કરી આવે. એમ કરવાથી તમે જે ગ્રાસ આપે છે તે સફળ થાય અને તેની બુદ્ધિની પણ પરીક્ષા થાય ત્યારે રાજાએ સાગરને કહ્યું કે “જે ઉત્તમ વસ્તુ તેના દેશમાં અપૂર્વ (નવીન) હોય અને તે રાજાને ઉપભેગા કરવા લાયક હોય એવી આપણા દેશની તેને લાયક વસ્તુઓ ભેટણાતરીકે કેશલને આપો કે જે લઈને તે ત્યાં જાય ત્યારે સાગર મંત્રીએ જાતિવંત અવે, વસ્ત્રો વિગેરે સહિત કેટલીક નવીન વસ્તુઓ કોશલને આપી, તથા ઈષ્યથી કોશલને વધ કરવા ઈચ્છતા સર્વ મંત્રીવર્ગની સંમતિથી ધૂળનો ભરેલ એક સુવર્ણને ઘડો 50 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust