________________ બારમો સર્ગ. ( 385) એકદા અમારા સિદ્ધપુર નગરમાં મેટે મરકીને ઉપદ્રવ થશે. તે વખતે રાજાએ આંધલરેણી નામની દેવીને પ્રયત્નથી સાધી, એટલે તેણીએ તુષ્ટમાન થઈ ઍટામાંથી ઘણી ધળ લઈ તેને આપીને કહ્યું કે–“આ ધુળવડે મસ્તકે તિલક કરવાથી અવશ્ય મરકીના ઉપદ્રવો શાકિની અને વ્યંતર વિગેરે કઈ પણ કરવા શક્તિમાન થશે નહીં.” આ પ્રમાણે તેણીના કહેવાથી રાજાએ તેણીની પૂજા કરીને તે ધૂળ ગ્રહણ કરી. પછી રાજાએ તે ધળવડે પિતાના અંત:પુરની સ્ત્રીઓને તથા પરજનોને પણ તિલક કરી સર્વ ઉપદ્રવને નાશ કર્યો. તે ઉત્તમ રાજન તે ધૂળમાંથી તેણે તમને આમાં કેટલીક ધૂળ ભેટ તરિકે મોકલી છે. કસ્તુરીની જેમ વસ્તુના ગુણ જ જેવા જોઈએ. બીજું કાંઈ પણ લેવાનું ન હોય. તે સાંભળી રાજા અતિ પ્રસન્ન થયે, અને લજજા પામી બોલ્યો કે –“હે ભદ્ર! ઉતાવળથી મેં તને આ પ્રમાણે કહ્યું છે પણ તે તારે જ જાણવું, કોઈ ઠેકાણે પ્રકાશ કરવું નહીં.” એમ કહી રાજાએ હર્ષથી પિતે તેનું તિલક કર્યું, તથા અંત:પુરની સ્ત્રીઓને, પરિવારને અને રિજનને પણ થોડી થોડી ધુળ સૌને મોકલી. પછી ખુશી થયેલા રાજાએ કેશલને કહ્યું કે –“હે ભદ્ર! તારા સ્વામીને કહેજે કે આપણે યાજજીવ અખંડ પ્રીતિ થઈ છે. તેથી મિત્રરૂપ થયેલા તમારે નિ:શંકપણે જે કાંઈ ઉચિત કાર્ય હોય તે મને જણાવવું.” એમ કહી રાજાએ કેશલને પૂછયું કે –“તારા રાજાની આજ્ઞાની શક્તિ કેવી છે?” કેશલ બેલ્યો કે–“હે રાજેદ્ર! તેની શક્તિ કહેવાને કોણ સમર્થ છે? હાથી વિગેરે પશુઓ પણ તેની આજ્ઞા આપવાથી તંભિત થઈ જાય છે.” આ પ્રમાણે કહે છે તેટલામાં દૂર કળાહળ થતે સાંભળી રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે સેવકોએ કહ્યું કે–“આપણે હાથી આલાન સ્તંભ (બંધનના ખીલા) ને ઉખેડીને છૂટે થઈ ગયો છે અને નગરમાં ઉપદ્રવ કરે છે.” તે સાંભળી રાજાએ કેશલને કહ્યું કે –“જો તું સત્ય બોલતા હો તે તારા સ્વામીની આજ્ઞાવડે આ હાથીને ખંભિત કર. કેમકે “વા અને વાચકનો ગ થાય ત્યારે 1 વાચ ઘડારૂપ પદાર્થ-વસ્તુ, અને વાચક ઘટ શબ્દ, એ બન્નેને વેગ થતાં જળ લાવવાની ક્રિયા થાય છે. તેમ અહીં પશુનું સ્તંભન કરનાર આસાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust