________________ - બારમો સર્ગ. (403) રાજાના પ્રતાપથી જાણે પરાજય પામ્યો હોય તેમ સૂર્ય પણ ગ્લાનિ પામે. તે પર્વતને ભંગ થવાથી બીજા પર્વતે પણ પિતાની જાતિના દુઃખથી અથવા ભયથી ઝરણાંરૂપી અથુજળના પ્રવાહડે રૂદન કરવા લાગ્યા અને શરીરે કંપવા લાગ્યા. તે પર્વત ચૂર્ણ કરાતો હતો તે વખતે પૃથ્વી પણ પિતાના આધારને ક્ષય થવાથી પોતાને પણ વિનાશનું દુઃખ થશે એવા ભયથી કંપવા લાગી. તે પર્વતના પડતા શિખરના નિર્દોષથી ધડધડ કરતી ને પડતી પૃથ્વીને શેષનાગે હજાર ફણાવડે પણ કઈથી ધારણ કરી. તે પર્વતના પડતા પથ્થરથી ચર્ણ થતી વૃક્ષોવાળા વનની ઝાડીમાંથી લાખ સિંહ, વ્યાધ્ર અને સર્પ વિગેરે પ્રાણીઓ બુમો પાડતા નાશી જવા લાગ્યા. તે પર્વતની ગુફા અને વૃક્ષોમાં કીડા કરતા કિનર અને વ્યંતરાદિક દેવ ઈદ્ર મૂકેલા વજની બ્રાંતિથી હાહાર કરતા નાશી ગયા. તેના નિર્દોષથી આકંદ કરતા ગિની, વ્યંતર, પ્રેત, ભૂત, રાક્ષસ અને તેમની પ્રિયાઓ સર્વે ત્યાંથી નાશી જતા જગતને ક્ષોભ પમાડવા લાગ્યા. આ પ્રમાણે વિદ્યા, ભાગ્ય, બળ અને બ્રહ્મચર્ય વડે ઉત્કટ એવે તે રાજા તે પર્વતને કરતા અર્ધ પ્રહરમાં તે તે દેવના ભવન સુધી પહોંચે. તે વખતે ઘોર શબ્દ સાંભળી તથા શીતવડે કંપતા વૃદ્ધ માણસની જેમ પિતાનું સ્થાન પડી જતું જોઈ “આ શું ?" એમ બ્રાંતિ પામેલો વજ મુખ દેવ વિર્ભાગજ્ઞાનવડે “જે નથી થયું અને નથી થવાનું એવું અદ્ભુત આ કાર્ય થયું” એમ જાણે ક્રોધથી જાજવલ્યમાન થયો, અને પરિવાર સહિત તત્કાળ ત્યાં આવીને ભયંકર રૂપવાળો તથા દેદીપ્યમાન નેત્રવાળે થઈ દિશાઓને ગજાવતો તે બોલ્યો કે–“રે રે મુખ! તે આ શું કર્યું? અકાળે મરવા કેમ ઈચ્છે છે ? આ પથ્થરમય પર્વત તે ભાંગી નાંખે, પરંતુ અહીં હું રહું છું, તે તું જાણતા નથી?” તે સાંભળી કુમારરાજ બોલ્યા કે –“હે મુખ! ઔષધિને હરણ કરી બિલમાં પેઠેલા ઉંદરની જેમ પરસ્ત્રીનું હરણ કરી બિલમાં પટેલે તું મારાથી શી રીતે છુટી શકીશ? અરે અધમ દુષ્ટ દેવ ! હમણાં આ પૃથ્વી મારવડે રાજાવાળી છે, તે તું જાણતો નથી ? કે જેથી આવી અન્યાયની ચેષ્ટા કરે છે? તું શીધ્રપણે ચંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust