________________ (402) જયાનંદ કેવળી ચરિત્ર. ણિક વ્યાપારથી તૃપ્ત થતો નથી, વેશ્યા કામગથી તૃપ્ત થતી નથી, રાજા દ્રવ્યથી તૃપ્ત થતો નથી, બ્રાહ્મણ પારકા અન્નથી તૃપ્ત થતા નથી, બળ પુરૂષ બીજાનાં છિદ્ર જેવાથી તૃપ્ત થતો નથી, તથા જેમ ધનને લેભી વેદ્ય ઘણા રેગીજનોની ચિકિત્સા કરવાથી પણ તૃપ્ત થતો નથી, તેજ પ્રમાણે ઉત્તમ પુરૂષ ઘણા પરોપકાર કરવાથી પણ તૃત થતા નથી.” વળી જે રાજા પોતાને પ્રયાસ થવાના ભયથી દેવોના અન્યાયને પણ સહન કરે છે, તે કુત્સિત રાજા કહેવાય છે. તેવા રાજાની પ્રજા શી સારી આશા રાખી શકે? તેથી જે હું વિજયરાજાનો પુત્ર હઈશ તો તે પર્વતને ચૂર્ણ કરી તે અધમ દેવને જીતી તારી પ્રિયાને લાવી આપીશ.” - આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે સાત્વિક રાજા શીધ્રપણે પવનવેગ અને ચંદ્રગતિ વિગેરે સહિત વજાકૂટ પર્વતના શિખર પર ગયા. ત્યાં ઉંચે સ્વરે કુમારરાજ બોલ્યા કે—“હે અધમ દેવ! જેમ સર્પ મેતીનો હાર હરણ કરી બિલમાં પેસી જાય, તેમ તું પરસ્ત્રીનું હરણ કરી પાતાળમાં કેમ પેઠે છે? જે તે શક્તિમાન હો તો મારી સમુખ યુદ્ધ કરવા તૈયાર થાય અથવા તે સ્ત્રીને પાછી આપ. નહીં તો આ પર્વતને ચૂર્ણ કરી તારે નિગ્રહ કરીશ.” આ પ્રમાણે ઉચે સ્વરે ત્રણ વાર બોલ્યા છતાં કઈ પણ દેવ પ્રગટ થયો નહીં, ત્યારે કોધથી ઉદ્ધત થયેલ જયાનંદ તે પર્વતને ચૂર્ણ કરવા લાગ્યા. કામાક્ષી દેવીએ આપેલા વજાના મુદ્દગરવડે તેણે ઘણું શિલાઓ ભાંગી નાંખી, ઘણું શિખર પાડી નાંખ્યા, અને ઘણા મહા વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાંખ્યા. વિશ્વને ત્રાસ ઉપજાવે તેવા અને અતિ ભયંકર તે શિલાસમૂહ, શિખરે અને વૃક્ષેના પડવાથી થયેલા નિર્દોષ (શબ્દ) વડે સમગ્ર આકાશ અને પૃથ્વી ગાજી ઉઠી. ક્ષેભ પામેલા સમુદ્રને વિષે રહેલા મસ્યાના સમૂહને ત્રાસ પમાડનાર ઉછળતા જળના કલેવડે નક્ષત્રાદિક જ્યોતિષીઓ પણ ભીંજાઈ ગયા, દ્રહો સહિત મોટી નદીઓના જળને સમૂહ ઉન્માર્ગે ચાલવા લાગ્યો, તેથી પુર, ગામ અને ખેટ વિગેરે ચોતરફથી તેમાં તણાઈ જવા લાગ્યા. વાયુએ ઉડાડેલા શિલાનાં ચૂર્ણ સર્વ દિશાઓને ઝાંખી કરી દીધી; અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust