________________ (404) જયાનંદ કેવળી ચરિત્ર. ગતિની પત્નીને પાછી મેંપી દે, અથવા મરણને શરણ થા. આ મારે મુદગર પર્વત માંગવામાં પણ જે અખલિત છે, તે તારૂં પણ ચૂર્ણ કરી નાંખશે.” - ' તે સાંભળી પેલો દેવ અતિશય ક્રોધ કરીને બોલ્યો કે-“હે મનુષ્યના બાળક! સિંહ પાસેથી મૃગલીને મૂકાવાને ઈચ્છતા મૃગની જેમ મારી પાસેથી તે સ્ત્રીને મૂકાવવા ઈચ્છતે તું મરણ પામ્યા જ છું એમ જાણુ.” આ પ્રમાણે બોલી તે દેવ મુગરને ઉપાડી કુમારરાજને હણવા માટે દોડ્યો. તે જોઈ પવનવેગ વિગરે સર્વે ભય પામી રાજાની પાછળ સંતાઈ ગયા. તત્કાળ જયાનંદકુમાર વિદ્યાવડે તે દેવના પરિવારને સ્તબ્ધ કરી દઈ વજના મુલ્ગરને લઈ શીધ્ર તેના તરફ દોડ્યા. પરસ્પર મુગરના પ્રહારોથી ઉત્પન્ન થયેલા શબ્દવડે આકાશને ફાડી નાંખતા બને દ્ધાઓએ ચિરકાળ સુધી મુદગરવડે યુદ્ધ કર્યું. રાજાએ પોતાના મુગરવડે તે દેવના મુદ્દગરનું ચૂર્ણ કરી નાખ્યું, ત્યારે તે જાજવલ્યમાન ખ ઉંચું કરી ક્રોધથી તેની તરફ દોડયો. રાજાએ સૂર્યહાસ ખડના કકડા કરી નાંખ્યા. ધીર પુરૂષ વક થાય ત્યારે દેવ પણ શું કરી શકે?” પછી ગદા, ત્રિશૂળ વિગેરે વિવિધ પ્રકારનાં દિવ્ય શસ્ત્રોવડે તથા નાગપાશ વિગેરેવડે તે બને યુદ્ધ કરવા લાગ્યા, તે સર્વ યુદ્ધમાં જયાનંદ જ જય પામ્યા. જેને વિષે સમકિત તથા શ્રેષ્ઠ શિયળ હોય છે, તેવા ઉત્કૃષ્ટ શ્રાવકને જીતવા ઇંદ્ર પણ સમર્થ થઈ શકતો નથી, ત્યાં આ દેવ તો શી રીતે જ શક્તિમાન થઈ શકે ?" ત્યારપછી ખરી પડતાં પુષ્પો વડે જાણે રાજાના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતા હોય તેમ તે દેવે રાજાના મસ્તકપર દઢ રીતે વૃક્ષો વડે પ્રહાર કર્યો, એટલે રાજાએ તેના અનેક વૃક્ષને વૃક્ષો વડે જ પીસી નાંખ્યા. ત્યારપછી મહા શિલાવડે તે બન્ને સુભટેએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં રાજાએ મુષ્ટિ અને શિલાવડે તેની શિલાઓને એવી રીતે ચર્ણ કરી નાંખી કે જેથી તે દુબુદ્ધિવાળા દેવના મુખમાં અને મસ્તકપર તેની ધૂળ પડી. તેથી ખેદ પામેલા અને નષ્ટ બુદ્ધિવાળા જામુખે સમગ્ર શસ્ત્રોનો ત્યાગ કરી ગર્વથી રાજાને મુષ્ટિયુદ્ધ કરવા બેલા. પરસ્પર મુષ્ટિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust