________________ બારમો સર્ગ. ( 7) તે વાત જાણ રાજાએ વિચાર્યું કે –“ધૂળની ભેટ કરીને પણ આ બુદ્ધિમાન કેશલે એવું કાર્ય સાધ્યું, કે જે કાર્ય સર્વ પુષ્કળ ખજાનો આપીને પણ બીજાઓ સાધી શકે નહીં. વળી તે દાનને લાયક છતાં પણ મારો આપેલો દેશ વિગેરે કાંઇ પણ ગ્રહણ કરતું નથી, માટે હું શું કરું? કઈ રીતે તેને બદલે વાળું ?" ઇત્યાદિક વિચાર કરતા રાજા તેના પર અત્યંત પ્રીતિ રાખવા લાગ્યો. પછી ધુળ આપવાને અપરાધ કરવાથી રાજાએ સાગર મંત્રીને દંડ કર્યો. તેથી તે સાગરે વિચાર્યું કે–“કેશલેજ મારો દેષ રાજા પાસે કહ્યો જણાય છે.” એમ વિચારી પ્રથમથી જે સ્ત્રી સંબંધી તેના પર દ્વેષ હતું તે વિશેષ વૃદ્ધિ પામે. “અધમ માણસો પિતાના દેષને બીજા પર આરોપ કરી તેના પર દ્વેષ ધારણ કરે છે.” એકદા રાજાએ કેશલને ઘેર પ્રીતિદાન તરિકે દશ હજાર ઘીના ઘડા અને દશહજાર ચોખાના મુંડા મોકલ્યા. તે પિતાના વ્રતના પરિમાણથી બમણા હતા, તેથી બુદ્ધિમાન કેશલે વ્રતભંગના ભયથી દેશલને કહ્યું કે—“ કાર્યની ઉતાવળ હોવાથી હું કયાંઈક જાઉં છું; પરંતુ હે વત્સ! આમાંથી પાંચ પાંચ હજાર ઘડા અને મુંડા રાજાને પાછા મોકલી દેજે, અથવા જલ્દીથી ધર્મના કાર્યમાં આપી દેજે. પણ આપણા વ્રતને ભંગ થવા દઈશ નહીં.” એમ કહીને કેશલ તે ગયે. પછી ધર્મમાં દઢતા રહિત અને લોભી સ્વભાવવાળા દેશલે વિચાર્યું કે—“આ ઘીના ઘડાને ચોખાના મુંડા રાજકુળમાં પાછા મેકલવાથી તે ફરીને મળવાના નથી માટે ત્યાં તે મોકલવા નહીં?” એમ વિચારી નિયમથી અધિક એવા તે ઘડા અને મુંડા તેણે સ્વજનને થાપણ તરીકે આવ્યા. આ પ્રમાણે ભાઈને વિશ્વાસ ઉપજાવવા માટે તેણે અન્યને આધિન કર્યો. - એ રીતે તે લેભી દેશલ વ્રતમાં અતિચાર લગાડી આયુષ્ય પૂર્ણ કરી અ૯૫ ત્રાદ્ધિવાળો વ્યંતર થયે અને ત્યાંથી એવી દરિદ્ર કુળમાં બ્રાહ્મણ થયે. પછી દરિદ્રી વણિક થયે. તે ધનને માટે ઘણા ઉપાય કરી કલેશ સહન કરવા લાગે; પરંતુ તેને ધનની પ્રાપ્તિ થઈ નહીં. “વ્રત મલિન કરવાનું ફળ આવું જ મળે છે.” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust