________________ બારમે સર્ગ. (399) પ્રકારના તપ તપી તે પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી આવી ચંદ્રમાલા નામે તારી પ્રિયા થઈ. પૂર્વના અભ્યાસથી તમારા બે વચ્ચે ઘણે નેહ થયે. હવે મિથ્યાષ્ટિઓમાં અગ્રેસર એ તે સાગર નામને મંત્રી તારા પર દ્વેષ કરી દુષ્ટ વ્યાપાર અને મહા આરંભને લીધે મરણ પામીને પહેલી નરકમાં નારકી થયા. ત્યાંથી નીકળી અનુક્રમે હાથી, મગ, અશ્વ વિગેરે અસંખ્ય ભવમાં પરિભ્રમણ કરી મહા દરિદ્રી બ્રાહ્મણ થયે. ત્યાં પરિવ્રાજકપણું ગ્રહણ કરી મરણ પામીને કયાં ઉત્પન્ન થયો તે તું સાંભળ.–વૈતાઢ્ય પર્વતને છેડે સમુદ્રની સમીપે જમીન ઉપર મનહર વનની શ્રેણિ છે. ત્યાં વજકૂટ નામને પર્વત છે, તે ઘણા દેવોને કીડા કરવાનું સ્થાન છે. તે ત્રણ જનની લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈએ કરીને શોભે છે. તે પર્વત ઉપર મધ્ય ભાગમાં એક ભવન છે, તે એક એક જન ઉંચું, લાંબું અને પહોળું છે. તે આખું ભવન મણિમય હોવાથી કાંતિએ કરીને નિરંતર સૂર્ય ચંદ્રની જેવું પ્રકાશવાળું છે. તે ભવનને અર્ધ ભાગ તે પર્વતની પૃથ્વીથી બહાર પડતો (ઝુલતો) છે અને અધ ભાગ પર્વતની ઉપર રહેલો છે. તે ભવન વન, વાપી અને સરવરવડે મને હર તથા સર્વ ઇંદ્રિયને સુખકારક છે. મનુષ્ય ન જઈ શકે તેવા તે ભવનમાં ચાર દેવી વિગેરે પરિવારવાળો વજમુખ નામને વ્યંતર દેવ કીડા કરતે વસે છે. તે ભવનના સ્વામીઓ બધાં તે જ નામથી ઉત્પન્ન થાય છે. હવે તે મંત્રીને જીવ કે જે બ્રાહ્મણ થઈ ૫રિવ્રાજક થયો હતો તે પરિવ્રાજકની દીક્ષાના પ્રભાવથી તે વમુખ નામે દેવ થયે. તેણે માનસ સરોવરમાં ક્રિીડા કરતી તારી પ્રિયાને જોઈ; એટલે પૂર્વભવના અનુરાગથી તેણે તેનું હરણ કર્યું. “જેમ કપાસીઆની રતાશ રૂમાં, સુતરમાં અને વસ્ત્રમાં પણ આવે છે, તેમ દઢ સંસ્કારરૂપ બીજવાળા રાગાદિક જન્માંતરમાં પણ પ્રાણીઓને અનુસરે છે. અથવા જેમ હડકાયા કુતરા વિગેરેનું વિષ શાંત થયા છતાં પણ મેઘને જોઈ ફરી ઉલ્લાસ પામે છે, તેમ શાંત થયેલા પણ રાગાદિક પૂર્વના સંબંધીને જોઈને ફરીથી ઉલ્લાસ પામે છે. તે દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust