________________ (38) જયાનંદ કેવળા ચરિત્ર. આ કેશલે અતિચાર રહિત શ્રાવકધર્મનું પાલન કરી સંવેગથી ધર્મગુપ્ત નામના ગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાના વેગને સ્થિર રાખી ચિરકાળ સુધી અષ્ટાંગ યોગનું સાધન કરી સાતમા દેવલેકમાં સતર સાગરોપમના આયુષ્યવાળી મહર્ષિક દેવ થયે. આ પ્રમાણે પાંચમા અણુવ્રતની આરાધના અને વિરાધનાનું ફળ સાંભળી ભવ્ય પ્રાણીઓએ આ લેક અને પરલેકના સુખને માટે તેની સમ્યક્ પ્રકારે આરાધના કરવી.” હવે તે કેશલ દેવે અવધિજ્ઞાનવડે પિતાના બંધને દુઃખી જાણી તેને સમૃદ્ધિ આપીને પ્રાંતે સંવેગ પમાડી દીક્ષા ગ્રહણ કરાવી. તે પણ ચિરકાળ તપ કરી સાતમા દેવલોકમાં જ દેવ થયા. “પરસ્પર ધર્મના અનુરાગથી આ પ્રમાણે સારા બંધુપણાનું ફળ પ્રાપ્ત થાય છે.’ તે બન્ને દેવે પૂર્વભવના અભ્યાસથી પરસ્પર પ્રીતિવાળા અને અતિ સુખી થઈ ચિરકાળ સુધી જિનેશ્વરના અનેક તીર્થોમાં જઈ યાત્રાદિક પુણ્ય કાર્ય કરવા લાગ્યા. પ્રાંતે અત્યંત સુખવડે આયુષ્ય પૂર્ણ કરી કેશલ નામને દેવ સાતમા દેવલોકથી એવી પૂર્વના બાકી રહેલા પુણ્યવડે તાક્ય પર્વત પર મણિમંદિર નામના નગરમાં મણિધર નામના વિદ્યાધરરાજાની મણિપ્રિયા નામની પ્રિયાથી મણિશેખર નામે પુત્રપણે ઉત્પન્ન થયે. સર્વ વિદ્યા અને કળાના પાત્રરૂપ તે મણિશેખર યુવાવસ્થા પામ્યો ત્યારે બત્રીશ મનહર કન્યાઓને પરણ્યો, અને તેમની સાથે ભેગભગવતે સુખે ક્રીડા કરવા લાગ્યા. - દેશલને જીવ જે સાતમા દેવલેકમાં હતા તે ત્યાંથી અવીને તું ચંદ્રગતિ થયો છે. પૂર્વભવમાં જે તારી પ્રિયા ગુણસુંદરી હતી, તે તારા મરણ પછી ઉદ્વેગથી પ્રતિબંધ પામી વ્રત ગ્રહણ કરી ચિરકાળ સુધી ઘેર તપ કરી ચેથા દેવલેકમાં દેવ થઈ હતી. તે ત્યાંથી એવી શ્રેણીના કુળમાં રૂપ, લક્ષ્મી અને ગુણવડે યુક્ત ચંદ્રમુખ નામના પુત્રપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે ચિરકાળ સુધી ભેગભગવ્યા. પછી ધમધર નામના ગુરૂની પાસે ધમ સાંભળી પ્રતિબધ પામી તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, અને સિદ્ધાંતને અભ્યાસ કરી વિવિધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust