________________ (394) જયાનંદ કેવળીં ચરિત્ર. કરંડીયામાં નાંખી તેને તાળું વાશી–પેક કરીને આપે. કેશલ પણ સરળતાને લીધે તેણે જે પ્રમાણે આપ્યું તેજ પ્રમાણે લઈને રાજાની આજ્ઞાને આધીન થઈ ચાલ્ય, અને અનુક્રમે દેવગિરિ નગરમાં જઈ તેણે રાજાની પાસે તે ભેટયું મૂકયું, એટલે તે રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નવડે કેશલને હર્ષ પમાડ્યો, ત્યારે તે બે કે–“તમારી સાથે સંધિ કરવાને ઈચ્છતા અમારા દેવરાજરાજાએ પોતાના મિત્રરૂપ તમારાપર અત્યંત પ્રીતિ ધારણ કરી બહુમાનપૂર્વક આ પ્રાભૂત મોકલ્યું છે. હવે આ બાબતમાં તમારું ચિત્ત જ અનુકૂળ થવાની જરૂર છે.” પછી રાજાના માણસોએ તે પ્રાભૂત તપાસતાં કરંડીયામાંથી ઘડે કાઢી તે ઉઘા એટલે તેમાં માટી જોઈ રાજાને ક્રોધ ઉત્પન્ન થયે; તેથી તેણે કેશલને કહ્યું કે –“અરે! તારે સ્વામી ઉન્મત્ત થયેલ છે કે મરણ પામવા ઈચ્છે છે? શું થયું છે કે જેથી તેણે મારી પણ અવજ્ઞા કરીને ભેટમાં મને ધૂળ મકલી છે? આ સંબંધમાં પ્રથમ તો પરિવાર સહિત તને જ મારા ક્રોધરૂપી રાક્ષસના બળિદાનરૂપ કરતા, પરંતુ તે રાજાને પ્રધાન પુરૂષ હોવાથી અવધ્ય છે, માટે તું શીધ્ર જઈને તારા સ્વામીને મારે સંદેશે આપ કે હું મંદ થયેલા તને હણવા માટે આવું છું, તેથી તું યુદ્ધ માટે તૈયાર થજે.” તે વખતે કેશલે વિચાર કર્યો કે –“નીતિના કથનનું ઉલ્લંઘન કરીને દુમનમાં વિશ્વાસ રાખનાર મને ધિક્કાર છે! કેમકે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓએ મારાપરની ઈર્ષ્યાને લીધે મારાજ વધને માટે આ કાર્ય કર્યું છે.” એમ વિચારી ચારે બુદ્ધિના નિધાનરૂપ કોશલ તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી હસતા હસતે બોલ્યો કે–“હે રાજેદ્ર ! તમારું ભાગ્ય જ આશ્ચર્યકારક છે કે જેથી આવી બુદ્ધિ છતાં પણ તમે રાજ્ય ધારણ કરે છે. તે સાંભળી રાજાએ કહ્યું કે –“અરે! તું શું કહેવા માગે છે?” ત્યારે તે બોલ્યો કે–“હે ઈશ! શું કઈ પણ માણસ ખાસ કારણ સિવાય સુવર્ણના ઘડામાં ધૂળ નાંખે ખરે? શું આટલું પણ તમે વિચારતા નથી?” રાજાએ પૂછયું– જે મારાપર તમે પ્રસન્ન હો તે હું ખરી વાત કહું તે સાંભળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust