________________ બારમે સર્ગ. (387) પરોપકાર કરવાથી કૃતાર્થ થયા છે; પરંતુ વૈતાઢ્ય પર્વત પર રહેલી વિવિધ પ્રકારની સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓને વંદન કરવા માટે તમારે ત્યાં આવવું યોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી હર્ષથી તે કુમારરાજ જિનેશ્વરને નમવા માટે ત્યાં જવા તૈયાર થતા હતા, તેટલામાં વિમાનમાંથી ઉતરીને કેઈ વિદ્યાધરે તેમને પ્રણામ કર્યા. ત્યારે તેને જયાનંદ રાજાએ પૂછયું કે –“તમે * કેણુ છે અને અહીં કેમ આવ્યા છે?” તે સાંભળીને તે વિદ્યાધર જવાબ આપતું હતું, તેટલામાં તેને જોઈ પવનવેગ બોલ્યા કે -" અહીં! બંધુ ચિત્રગતિ વિદ્યાધરરાજ ! તું ચિરકાળે દેખાય છે, પરંતુ તું શોક સહિત હોય તેમ કેમ જણાય છે? હે બુદ્ધિમાન! જે કારણ હોય તે સત્વર કહે. આ વીર પુરૂષ સર્વનાં દુખ હરનાર અને ઈચ્છિત કાર્યને કરી દેનાર છે.” તે સાંભળી તેણે જયાનંદ રાજાને કહ્યું કે–“હે પ્રભુ! મારે વૃત્તાંત સાંભળો– વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં હું ચંદ્રપુરને સ્વામી ચંદ્રગતિ નામને વિદ્યાધરરાજા છું. મારે ચંદ્રમાલા નામની પ્રિયા છે. તેનું રૂપ જોઈ મદ રહિત થયેલી ગોરી ( પાર્વતી ) વિરૂપાક્ષને વિષે પણ રાગ ધારણ કરે છે, રંભા કૌશિકને વિષે પણ રાગ ધારણ કરે છે, અને લક્ષમી જનાર્દનને વિષે પણ રાગ ધારણ કરે છે. તે પ્રિયા સાથે ભોગ ભોગવતાં મારે ચંદ્રસુંદરી નામની પુત્રી થઈ છે. તે અનુક્રમે સર્વ કળામાં નિપુણ થઈ વનને પામી છે, પરંતુ તેને યોગ્ય વર મળી શકતું નથી. કેમકે ઈદ્ર પણ તેના રૂપાદિક ગુણો વડે તેને તુલ્ય નથી. તેણીના વરને માટે મેં અનેક રાજાઓના તથા વિદ્યાધરોના અને બીજાના પણ ઘણા કુમાર જોયા, પરંતુ કોઈ તેને લાયક જે નહીં. એકદા હું નેહવાળી મારી પ્રિયા સહિત માનસસરવરે જઈ સંસારના સુખની વૃદ્ધિને લીધે જળક્રીડાવડે કીડા કરવા લાગ્યો. તેટલામાં ત્યાં કઈ દેવ વિમાનમાંથી ઉતરી સરોવરમાં સ્નાન કરી રૂપવડે દેવાંગનાને 1 વિરૂપ નેત્રવાળે. પક્ષે મહાદેવ. 2 ઘુવડ. પક્ષે ઈદ્ર. 3 લોકને પીનાર. પક્ષે વિષ્ણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust