________________ અગ્યારમો સર્ગ. . . ( 385), સમર્થ થઈ નહિ, તેથી તમારે પણ વિવિધ પ્રકારના સત્કાર વડે તેની આરાધના કરવી એગ્ય છે. આવો ઉત્તમ પુરૂષ આ લેકમાં ભાગ્યયોગે જ અતિથિરૂપે પામી શકાય છે.” તે સાંભળી પ્રથમથી જ તેના શીળ, સત્વ અને સ્થિરતાને અનુભવ હોવાથી ચમત્કાર પામેલી તે યોગિનીઓ વિશેષ તષ્ટમાન થઈ અને સવે મળીને તેની પાસે ગઈ. તેઓએ તે રાજાને ખમાવી અંત:પુરની સ્ત્રીઓને ઉચિત એવા પિતપતાના દિવ્ય નેપથ્ય (વેષ) અને અલંકાર વિગેરે આપ્યા; તથા અદશ્ય થવાય એવી તેમજ બીજી ઘણી શક્તિઓ અને દિવ્ય આયુધો આપ્યા. પછી વાગે કરેલી પૂજા, સ્નાત્ર અને અર્ચનાદિકવડે દ્વેષ રહિત થયેલી તેઓએ રાજાના કહેવાથી તેવી દાક્ષિણ્યતાથી વજગને હમણૂટ પર્વત આપે અને વાવેગે આપેલી અદિક પૂજા ગ્રહણ કરીને તેઓ અદશ્ય થઈ. તે કુમારનું આવું ચરિત્ર રસ સહિત રાસડા વિગેરેમાં જેડીને તે ગિનીઓ પર્વત અને વનાદિકમાં કીડા કરતી વખતે ગાવા લાગી. તેમની પાસેથી વિદ્યાધરીઓ અને તેમની પાસેથી ભૂચરની સ્ત્રીઓ પણ શીખીને ગાવા લાગી. એ રીતે તેનું ચરિત્ર આખી પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. પછી તે ત્રણે હેમકૂટ પર્વત પર આવ્યા, અને ત્યાં પ્રથમની જેમ હેમપુર નગર ફરીને સ્થાપન કરી સ્વસ્થ હૃદયવાળા થઈને રહ્યા. આ પ્રમાણે શિયાળાદિક ગુણવડે જયાનંદ કુમાર વિદ્યા, ઔષધિ, દેવતાને સત્કાર તથા તેમની સ્તુતિને પામ્યા, અને વિદ્યાધરને પુત્ર વજગ શિયળ વિનાનો હોવાથી વિપત્તિને પામે. આ હકીકત જાણીને ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યોએ એક શિયળને જ અવશ્ય ધારણ કરવું; કેમકે તે શિયળ આ લેક અને પરલોકમાં કલ્યાણ તથા સર્વ પ્રકારનાં સુખને આપનારું છે. તેમજ સમગ્ર દુષ્ટ શત્રુઓની જયલક્ષમીને પણ આપનારું છે. ( આ પ્રમાણે શ્રી તપગચ્છના અધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust