________________ અમ્યામે સગે. (83) ગયે. ત્યાં પીઠ પર બેસી સાધ્ય કરેલી વિદ્યાનું સ્મરણ કરી તેના પ્રભાવથી સર્વ ગિનીઓનું આકર્ષણ કરીને તેણે કહ્યું કે–“અરે! ગિનીઓ ! પવનવેગના પુત્રને એકદમ છુટ કરે. નહીંતે હું તમને છોડીશ નહીં.” તે સાંભળી વિદ્યાના પ્રભાવથી અસમર્થ થયેલી તેઓ બોલી કે-“હે સ્વામિન્ ! તમે અમને છેડે, તેને અમે મૂકી દેશું.” ત્યારે રાજાએ તેમને મૂકી દીધી, એટલે તેઓ ત્યાંથી ગઈ, અને શીધ્રપણે તે પવનવેગના પુત્રની બેડી ભાંગી તેને ત્યાં લઈ આવી તે બન્નેની પાસે ભેટ કર્યો. તે વખતે તે વગ પણ તેમના પગમાં પડ્યો. પવનવેગે પુત્રને આલિંગન કરીને તેને યોગિનીએ પકડ્યો ત્યારથી આરંભીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. તથા કુમારરાજને લાવવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે– ગિની પાસેથી તેને કોઈએ મૂકાવ્યું નહીં, પરંતુ હે વત્સ! આ રાજાધિરાજે તને મૂકાવી નવા પ્રાણ આપ્યા છે.” તે સાંભળી હર્ષ પામી વગે તે કુમારરાજની સ્તુતિ કરી. ત્યારપછી તે ત્રણે આકાશ માર્ગે જવા તૈયાર થયા. તે વખતે તે ગિનીઓએ કુમારેંદ્રને કહ્યું કે–“હે રાજન ! તમે અમારા ભાગ્યવડે અહીં પ્રાપ્ત થયા છે, તેથી આજ અમારા અતિથિ થાઓ.” તે સાંભળી રાજા તેમની પ્રાર્થનાના ભંગના ભયથી તે બન્ને વિદ્યાધર સહિત ત્યાં રહ્યો. યોગિનીઓએ પિતાને હાથે તેમને સ્નાનાદિક કરાવી અમૃત જેવા આહારનું ભોજન કરાવી ગીત અને નાટ્યવડે પ્રસન્ન કર્યા. પછી રાત્રીએ રાજાને વારાહીના ભવનમાં અને તે બે વિદ્યાધરોને બ્રાહ્મીના ભવનમાં સુગંધી અને અત્યંત કોમળ સ્પર્શવાળી દિવ્ય શસ્યાઓને વિષે સુવાડિયા પછી તેઓએ કામાક્ષી નામની પોતાની સ્વામિનીની પાસે જઈને હઠથી પિતાનું આકર્ષણ કરી આ કુમારે વિદ્યાધરને મૂકાવ્યો એ આદિ પિતાના થયેલા પરાભવનું વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી ક્રોધથી તે કામાક્ષી બેલી કે-“અરે! તે રાજાને શિયળથી ભ્રષ્ટ કરીને તથા બાંધી લાવીને હું તમને સોંપીશ. પછી તમે તમારૂં ઈચ્છિત કરજે. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ અને ઈંદ્રાદિક પણ મારા રૂપના દર્શનથી જ મેહ પામે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust