________________ ( 382) જયાનંદ કવળી ચરિત્ર. કર્યા, તથા તેની પૂજા કરી વિધિપૂર્વક તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તેને દેવાદિક ત્રણ પ્રકારના ઉપદ્રવને હરણ કરનાર બે અંગદ (બાજુબંધ ), શત્રુના સમૂહરૂપી અંધકારને નારી કરનાર ચક્ર, સૂર્યહાસ નામનું પર્વ અને શક્તિ નામનું શસ્ત્ર આટલી વસ્તુ આપી; અને તેની કરેલા અર્યાદિકની પૂજાને ગ્રહણ કરીને તે દેવી અદશ્ય થઈ. પછી દિવ્ય મૂર્તિવાળી જવાલામાલિની નામની વિદ્યાની રાજાએ પૂજા કરી, તેને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી, ત્યારે તે વિદ્યા બાલી કે–“હે વત્સ! સાંભળ, અત્યંત કષ્ટથી. લક્ષાદિક જાપ અને હમ વિગેરે કરવાવડે પણ હું ઘણે કાળે કઈ : કને જ સિદ્ધ થાઉં છું, પરંતુ તારા શિયળગુણ વડે અ૯૫ પ્રયાસથી જ હું તને સિદ્ધ થઈ છું, કેમકે શિયળગુણ સર્વ ધર્મમાં ઉત્કૃષ્ટ છે. તે ગુણવડે સર્વ દેવ આકર્ષાય છે અને સર્વ વિદ્યાઓ સિદ્ધ થાય છે.” એમ કહી કુમારે આપેલી (કરેલી) અર્ધાદિક પૂજાને ગ્રહણ કરી તે વિદ્યાએ તે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. વિશ્વને મેહ પમાડનારી તે વિદ્યા સ્મરણ કરવાથી સર્વે વાંછિત અર્થને આપે છે. ત્યાર પછી દેવીની મૂર્તિની પૂજા કરી તથા પાસે રહેલા દેવાને બલિદાનવડે પ્રસન્ન કરી તે રાજા દેવતાના ઘરની બહાર નીકળે. તેટલામાં પરિવાર સહિત તે વિદ્યાધરપતિએ આવી તેમને નમસ્કાર કરી સુખપૂર્વક વિદ્યાની સિદ્ધિ થવા સંબંધી હકીકત પૂછી, એટલે રાજાએ સર્વ હકીકત યથાર્થ કહી બતાવી. તે સાંભળી સર્વેએ ચમત્કાર પામી તેની સ્તુતિ કરી. પછી વિદ્યાધરોના આગ્રહથી ગંભીરતાના સમુદ્રરૂપ રાજાએ જિનપ્રતિમાની પૂજા કરી ગુરૂને વંદના કરી વિદ્યાધરેએ તૈયાર કરેલા અમૃત જેવા આહારવડે આઠમને દિવસે વિદ્યાધરે સહિત વિધિ પ્રમાણે પારણું કર્યું. પછી વિદ્યાધરપતિ પવનવેગે તે નરરત્નને શુભ મુહુર્ત આકાશગામિની વિગેરે ઘણું શ્રેષ્ઠ વિદ્યાઓ વિધિ સહિત આપી. ત્યારે માસાદિકવડે સિદ્ધ થઈ શકે એવી પણ તે વિદ્યાઓને તે રાજાએ શીળ અને સત્ત્વના પ્રભાવથી પહાર આ-: દિકવડે પાઠ સિદ્ધ કરીને સાધી લીધી. - ત્યારપછી તે જ્યાનંદ રાજા પવનવેગ સહિત જાલંધર નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust