________________ અમારો સર્ગ. (381) આ પ્રમાણે ત્રણ દિવસ સુધી વિશ્વને મોહ પમાડનારા અને મરી ગયેલા પણ શ્રી પર્વતની પૃથ્વભરના પ્રાણીઓને જીવાડે તેવા હાવભાવવડે તે ગિનીઓ પિતાની સર્વ શક્તિથી નાચી નાચીને તથા ગાઈ ગાઈને અતિ નિવેદ ( ખેદ ) પામી, તે પણ આ કુમારેદ્રનું એક રૂંવાડું પણ ચલાયમાન થયું નહી. " શું વજને વિષે ટાંકણુ લાગી શકે ?" ત્યારપછી સાતમે દિવસે અરૂણોદય વખતે મહાજવાળા નામની દેવી કુમારના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતી પ્રગટ થઈ, તથા આકાશને પ્રકાશિત કરતી મૂર્તિમાન સિદ્ધ થયેલી વિદ્યા સહિત તે મહાજ્વાળા દેવી સૂર્યને જીતનારી પિતાની દેડકાંતિવડે ચોતરફથી દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગી. સૂર્યની પ્રજાને જઈ ઘવડે નાસે તેમ તે દેવીને જોઈ લેગિનીઓ નાશી ગઈ. પછી દેવીએ મધુર સ્વરે કુમારને કહ્યું કે–“હે વત્સ! જગતને જીતનાર તારા ધ્યાન, શીળ અને સ્થિરતાથી હું તુષ્ટમાન થઈ છું; પરંતુ સાધવાની વિધિ વિના હું વરદાન આપવા સમર્થ નથી, તેથી હે વત્સ! જે મારી પાસેથી તું વરદાનને ઈચ્છતા હો તે બરાબર વિધિ કર.” તે સાંભળી કુમારે તેણુને નમસ્કાર કરીને કહ્યું કે - હે સ્વામિનિ ! તેનો શો વિધિ છે તે કહો.” ત્યારે તે બોલી કે–“મને પ્રસન્ન કરવા માટે એક જીવનું માંસ આપ.” તે બોલ્યો કે “હું જેનધમી હોવાથી નિરપરાધી જીવને હણતો નથી; છતાં જો તમે માંસથીજ પ્રસન્ન થતાં હો તે મારું માંસ કાપીને આપું.” દેવીએ કહ્યું–“ભલે એમ હો.” તે સાંભળી રાજા ખ વડે પોતાને સાથળ છેદવા લાગે, એટલે દેવીએ તેના હાથમાંથી ખ ઝુંટવી લઈ કહ્યું કે-“હે જગવીર ! જેનધર્મવાળી મારે માંસનું કાંઈ પણ પ્રયજન નથી. તારી દયા, સત્ત્વ અને ધર્મના તત્વની મેં આ રીતે પરીક્ષા કરી છે, તેથી તુષ્ટમાન થયેલી હું તને સાધમિકને પાઠસિદ્ધ આ આકર્ષિણી નામની વિદ્યા આપું છું. તેને તું ગિની વિગેરેનું આકર્ષણ કરવા માટે ગ્રહણ કર. " તે સાંભળી ખુશી થયેલા રાજાએ ઉભા થઈ ભક્તિથી દેવીને પ્રણામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust